યાદોનો ખજાનો - ૭ ( પત્રમ્ સ્પર્ધા-૨૦૨૧)
માનસી જામનગર વીસ વરસ રહ્યા બાદ દમામજાય છે. વિદેશ જવાના વિચારથી બધા રોમાંચિત હતા. ત્યાં અઢી વરસ જેટલો સમય પસાર કરીને હંમેશ માટે ભારત આવી જાય છે. અઢી વરસમાં ત્રણ વાર ભારત આવે છે. ચોથી વાર આવ્યા પછી અહીં જ સ્થિર થઈ જાય છે. રહી રહીને યાદ કરે છે કે બધાને પત્ર લખ્યા છે તો દમામ કેમ રહી જાય?કાયમી સરનામું:- દમામરસ્તો :- હવાઈમાર્ગતારીખ:- તારી સુમધુર યાદ વિષય:- તારી સાથે વિતાવેલ સંસ્મરણો યાદ કરવા માટે.મારું વ્હાલું દમામ, કેમ છે તો આનંદ આનંદ ને ? તું રોજ રોજ નવા નવા માણસોને આવકારે છે, તેવી રીતે જુના માણસોની વિદાય પણ કરે છે. એરપોર્ટ જતા માણસો એટલા ખુશખુશાલ દેખાય કે વાત ન પુછ. વતનમાં જવાનો આનંદ કંઈક ઓર જ હોય! એરપોર્ટથી આવતા માણસો પણ ખુશ હોય છે કે ચાલો, બધાને મળીને આવી ગયા. ધરતીનો છેડો ઘર... જ્યાં સુધી તારામાં વસીએ એ જ અમારું સાચું ઘર. જુદા જુદા દેશના દરેક પરિવારો છેલ્લે પોતાના વતનમાં જ જાય છે. તુર્કી, ઈજિપ્ત,પાકિસ્તાન,ફિલિપ, કેનેડા એમ અલગ અલગ દેશના લોકોનું તું પ્રેમથી જતન કરે છે. તારામાં આવીને રહેલ, વસવાટ કરેલ દરેક ભારતીયની ઈચ્છાઆખરે ભારત આવવાની જ છે. ઘણાં બધા નવા લોકો આવેછે અને જુના છોડીને જાય છે. તારા માટે નવું નથી, પણ અમારા માટે તને છોડવું અઘરું રહ્યું. અમારા જેટલા ટુંકા ગાળા માટે કોઈ નહીં આવ્યુ હોય! તને પણ આશ્ચર્ય તો થયું જ હશે ને? તારી લાગણી મારા બાળકોએ પણ અનુભવી. તું પારકું છે, તને છોડીને પાંચ- પંદર વરસ પછી જવાનું જ હોય - આ બધુ નક્કી હોય તો પણ તને પ્રેમ કરી જ બેઠી. મૂળ ભારતીય ને! એમાંય હું જામનગરની, એટલે દયા, માયા, પ્રેમ , ઉદારતા મારા સ્વભાવમાં હોય જ. મારા સ્વભાવથી તને જાણીતું કરી જ દીધું. તારા નગરમાં મોલની ભરમાર. રાતે જ દિવસ થાય. રાશીદ મોલ, પાંડા, લુલુ, દહેરાન મોલ, સાકા મોલ, એક મોલનો આકાર બહારથી વહાણ જ જોઈ લો આબેહૂબ.. બધા મોલ નથી લખતી હો ....માણસોની ભીડ બધે જોવા મળે. બધા મોલમાં મોટે ભાગે રાઈડસ, ગેમ જોન અને ફૂડ જોન તો ખરાં જ. અન્નનો બગાડ તો એટલો થાય કે વિશ્વમાં તારા દેશનો નંબર આવે. તું ભૂતકાળમાં પાટનગર રહ્યું હતું એટલે તારો દેશ કહ્યું હો. તારે ત્યાં શાળાઓમાં પણ વિવિધતા જોવા મળે. પાકિસ્તાની, ઈન્ડિયન, ખોજામાં, અમેરિકન, ડયુન્સ વગેરેવગેરે નામની શાળાઓ તારામાં વસેલી છે. મારા પાડોશીઓને તો તું ઓળખે જ. બાજુમાં મૂળ પાકિસ્તાની પણ ત્યાં જ જન્મેલ એટલે કે પચ્ચીસ-ત્રીસ વરસથી ત્યાં જ. બીજી બાજુએ તુર્કી, નીચે સ્પેનના, ઈજિપ્ત વગેરે વગેરે.. ભારતના અમે બે કુટુંબ અને ત્રણ બેચલર ખરાં. ધીમે- ધીમે મારી બિલ્ડીંગમાં બીજું એક ગુજરાતી કુટુંબ આવ્યું. અને નીચે બે ગુજરાતી બેચલર. હવે ભારત જેવીરોનક લાગતી હતી. અમારી બાજુની બિલ્ડીંગમાં બિહાર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, લખનૌ, દિલ્લી, મુંબઈ વગેરે જગ્યાએથી આવેલ ભારતીય રહેતા હતા. તારી ભાષા પણ અજીબ હો. તારે ત્યાં બકાલું દુકાનને કહે. અહીં ગુજરાતમાં બકાલું એટલે શાકભાજી. તને સમજવું થોડું અઘરું લાગતું હતું. પણ તારા રંગમાં હું રંગાઈ. છાશ માખણ ઘરે કંઈ નહીં બનાવવાનું હો. તારા આ બકાલાની દુકાનમાંથી દૂધ, છાશ, દહીં ના ટીન તૈયાર લાવવાના.લે બોલ, દૂધને ગરમ પણ નહી કરવાનું નવાઈ તો લાગે જ ને! અરે! આ બકાલાની દુકાને બોટલમાં કાબુલી ચણા પલાળેલ પાણી સાથે પહેલીવાર જોયા ત્યારે બે વાર તો બોટલ હાથમાં ફેરવી. નવું જોઈએ એટલે કુતુહલ તો થાય ને! હસવાનું નહી હો. બગીચા પણ જોવા મળે એટલે વધારે નવાઈ લાગે કે વરસાદ જ નહી તો કઈ રીતે લીલુંછમ રાખતા હશે! શિયાળો આવે ત્યારે ને જાય ત્યારે બે જ વરસાદ થતા. હું ત્યાં આવી પછી મેં તો ઘણીવાર વરસાદ જોયા. અને રેતીના વાવાઝોડાએ તો તારી ઓળખાણ. એકવાર તો તીડનું વાવાઝોડું આવ્યુંહતું. રસ્તાના નિયમોમાં કહુ તો તારી મને એ વાત બહુ જ ગમી. અચાનક બે કારનો અકસ્માત સર્જાય તો બંને કારપાર્ક ત્યાં જ કરે, નીચે ઉતરે, અને ગળે મળે. પછી બંને કારચાલક આર ટી ઓ ઑફિસર આવે ત્યાં સુધી રાહ જુએ. બધું પતાવીને જ છુટા પડે. કોઈ રાડારાડી નહીં. આર ટી ઓ થી ન પતે તો પોલીસ આવે પણ ક્યારેય કોઈને ઉતાવળ ન હોય. શાંતિપૂર્ણ વ્યવહાર અને વાતાવરણ. ગમે એવો મોટો અકસ્માત કેમ ન હોય , ભાગવાની તો વાત જ ન આવે. દમામ, તારા એરપોર્ટ તો વિશ્વ લેવલે નંબર આવે. તારા નગર ખોબરથી બહેરીન બાય રોડ જવું હોય તો અડધો પોણો જ કલાક થાય. તું એવું કંઈ ડાહ્યું નથી હો કે કોઈને એમ ને એમ જવા દે. એ બીજો દેશ જ ગણાય એટલે વીઝા, ને એ બધું કરાવવું જ પડે. બહેરીન એટલે જામનગર જેવડો ટચુકડો દેશ. બહેરીનમાં શ્રીનાથજીની હવેલી, બધા દેવી દેવતાઓના મંદિર, સ્વામીનારાયણ ભગવાનનું મંદિર આવેલાં છે. બહેરીનમાં ખાવા પીવું, ફરવું બધુ ગુજરાત જેવું જ લાગે. ત્યાં બહેરીનમાં મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય, ગો કાર્ટ, મસ્જિદ, ડોલ્ફીન-શો, શીપ બંદર વગેરે જોવાલાયક સ્થળો છે. તારામાં ટોકીઝ નહીં એટલે લોકો ખાસ પિક્ચર જોવા બહેરીન જાય. બહેરીનમાં રિસોર્ટ, મોલ, મોલમાં જ પાંચ - છ સ્ક્રીન હોય. બધા મોલમાં ચાર પાંચ પિક્ચર તો ચાલુ જ હોય. મોદીજી, કાજલ ઓઝા વૈદ્ય વગેરે લોકો બહેરીનની મુલાકાતે આવી ગયા છે. હું તને અચાનક જ છોડીને ગઈ. મને તારી માયા ખુબ લાગી ગઈ. તે મારી આર્થિક સ્થિતિમાં ધરખમ ફેરફાર કર્યો. પણ જીંદગી ગુજરાત જેવી નહીં. તારા દેશમાં કોઈ ને કોઈ જોડે બોલવાનું ખાસ થાય નહીં. બસ ભારતીય લોકો પોતપોતાની અનુકૂળતાએ મળી લે. બાકી સૌ પોતપોતાના જ મસ્ત. તારા દરેક દરિયાકિનારા દરેક જગ્યાએ કોર્નીશથી જ ઓળખાય. ત્યાં શુક્રવારે તો મેળો જ જામે. કોર્નીશે રન ફોર ફન, બાળકો માટે મેળો, સીંગરના કાર્યક્રમ, ફટાકડાંની આતશબાજી વગેરે આયોજન થતા રહે છે. બાળકો દરિયાકિનારે પતંગ એમ જ ચગાવે. એ જ એમનો સંક્રાતનો તહેવાર. હવે આપણે કદાચ ક્યારેય નહીં મળી શકીએ. મારી પાછી આવવાની ગણતરી હતી. હું ન આવી શકી, એટલેતને અલવિદા પણ સારી રીતે ન કરી શકી. મારો પત્ર વાંચીનેતને સારું જ લાગશે. રોજ તને યાદ કરીને આવજો કહુ જ છું ને!લી. તને એકવાર મળવાની આશા રાખતી, તને મારા યાદગાર શહેરોમાં સમાવતી, તારી એક ભૂતપૂર્વ રહેવાસી માનસી.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)