યાદોનો ખજાનો-૨ (પત્રમ્ સ્પર્ધા ડિસેમ્બર ૨૦૨૧ ટોપ ૧૦ માં સ્થાન પામેલ)
યાદોનો ખજાનો-૧ માં માનસી જામનગરને પત્ર લખે છે. બાર વર્ષની ઉંમરે જામનગર છોડી ઉપલેટા પ્રયાણ કરે છે. રાજકોટ જિલ્લાનો તાલુકો......બાવન ગામડાને જોડતોતાલુકો ...એટલે ઉપલેટા... આજે 'સર્કસ' વિષય વાંચતા જ માનસીને ઉપલેટાની યાદ આવી ગઈ.તારીખ- ૧ ડિસેમ્બર,૨૦૨૧.મારું પ્રિય ઉપલેટા, કેમ છો? મજામાં? હું પણ તને નિરંતર સાથે અનુભવતી મજામાં છું. તારા રસ્તા પર ચાલતા-ચાલતાજામનગરને યાદ કરી લેતી. મારા વિચારોમાં તે મને ખુબ ખુબ સાથ આપ્યો છે. મેં મારું માધ્યમિક શિક્ષણ અને કોલેજ તારા સાંનિધ્યમાં જ રહી પુરું કર્યું. અહીં મને સંબંધોની સમજ મળી. મમ્મીની રસોઈ અને પપ્પાએ આપેલ બહારની દુનિયાનીસમજ પણ મને તારી સાથે રહીને જ મળી. પપ્પાએ પોસ્ટઓફિસ, ટેલિફોન, બેંક દરેક જગ્યાએ મને તૈયાર કરી. 'ભણતર હોય પણ ગણતર ન હોય' તો જીવન નકામું એ સમજને સમજાવી. અહીં આવી એ જ વરસે એવો જળબંબાકાર વરસાદ જોયો. મોજ નદી બે કાંઠે વહેતી થઈ. મોજ ડેમ છલકાય ગયો. ભાદર ડેમના પાટિયા ખોલી નાખવા પડ્યા હતા. અહીં નદીકિનારે સોમનાથ મંદિર ડુબી ગયું હતું. અહીં મેળાઓની મોજ કરી. 'બ્રહ્મચારી બાપુની જગ્યા' હતી ત્યાં ચાર-પાંચ કુટુંબ સાથે જતા. જમવાનું અંતાક્ષરી વગેરે....ખુબ મજા કરી. આજુબાજુમાં પાટણવાવ અને ભાયાવદરમાં અમાસ તથા ઋષિપંચમીનો મેળો થતો. અહીં શરુઆતમાં મને ન ગમતું. મારા ઘરથી ચાલુ કરુ તો ભાદર રોડ, નટવર રોડ, વિજળી રોડ, શહિદ ભગતસિંહ ચોક, બાપુના બાવલા ચોક, વડલી ચોક, શાકમાર્કેટ ચોક, બસ સ્ટેન્ડ ચોક , ઝિલમીલ ચોક, નવરંગ ચોક, ત્રાંબડિયા ચોક, નવાપરા ચોક નાગનાથ ચોકવગેરેથી સુસજ્જ, પહોળા રસ્તા, અને ખુબ સરસ સ્વચ્છ તાલુકો. બસ સ્ટેશન પાછળ અને ઢાંક રોડ પર ખુબ વિકાસ થયેલો. દ્વારકાધીશ સોસાયટી મોટી ખરી. લાતી પ્લોટ, જીરાપા પ્લોટ વગેરેમાં સોસાયટીઓ હતી. પોરબંદર રોડ પર ઘણો વિકાસ થયેલો. શિક્ષક નગર સોસાયટી પણ છે. તાલુકા શાળાની બાજુમાં જ એક બગીચો. મહેમાન આવે ત્યારે ત્યાં ફરવા જઈએ. અહીં સિનેમાઘર બે પણ જવાય એવું નહી એટલે ન જતા. પિક્ચર નહીં, ઢોસા નહી. મને મજા ન આવતી. સહેલીઓ પણ નવી જ. પછી બે વરસમાં ઘરે ઈડલી ઢોસા દહીંવડા વગેરે બનાવતી થઈ ગઈ. સહેલીઓ પણ બની ગઈ. દસમું એટલે બોર્ડ. ત્યારે ખુબ હાઉ હતો. એવામાં સર્કસ આવ્યું. જોવાનીખુબ ખુબ મજા પડી. 'ગ્રેટ ગોલ્ડન સર્કસ' રાતે લાઈટની રોશની ને પ્રાણીઓના અવાજ. હા, મારા ઘરની સીડીએ હું બેસુ ને જો પડદા ન હોય તો હાથી દેખાય. મોટા મોટા તંબુ તાણેલાં... પોપટ હિંચકા ખાય,પતુ ખેંચે, હાથી ફૂટબોલ રમે, વાઘ સળગતી રીંગમાંથી પસાર થાય ને ઉપર છોકરાઓ ને છોકરીઓ દિલધડક હિંચકા ખાય. એક જ સેકન્ડમાં હાથ છોડીને બીજીબાજુ ફરીને હાથ પકડવાના......ખુબ અઘરું છે. જોકરના હાથ છૂટી જાય તો બધા હસી પડે. પણ આ લોકોનોખેલ એટલે ..! . આટલી ઊંચાઈએ હિંચકો ખાતાં ખાતાં ફરવું એટલે.....ખુબ ખુબ પ્રેક્ટિસ માંગી લે. સર્કસ ઘણું બધું શીખવી જાય છે. જોકરની જેમ હસતા શીખો. ખુબ નીચા બોના હોવાથી એમની વેદનાનો પાર ન હોય તો પણ હસતું રહેવું એટલે ? દુઃખને ભૂલી જઈ પ્રેક્ષકોને હસાવવા ખુબ અસહ્ય છે. 'મેરા નામ જોકર' મુવીમાં રાજ કપુરજી પોતાની 'માં'ના મૃત્યુનું દુઃખ સ્ટેજ પર રડીને જ વ્યકત કરે છે, પણ પ્રેક્ષકો સમજી શકતા નથી અને જોકર પોતાની 'માં' પાસે જઈ શકતો નથી. કેવી કરુણતા! રાજ કપુરજીને ખેલ પૂરો થાય પછી જજો.એવું ઈશારાથી કહેવામાં આવે છે. આપણને ઈશ્વર ઈશારો પણ નહીં કરે અને આપણે આપણી જીંદગીનો ખેલ પુરો થશે ત્યારે ઓચિંતા જવું પડશે. તૈયારી કરવી જોઈએ- એવો ઈશારો સર્કસ આપે છે. રીંગ માસ્ટર જેવી નિયમિતતા, હિમંત, સાહસ કેળવવા જોઈએ. હિંચકાના ખેલમાંથી ખુબ ધીરજ સાથે સમયસૂચકતા શીખવી જોઈએ. આમાંથી પ્રેરણા લઈ વિકટ પરિસ્થિતિમાં નિર્ણય લઈ શકીએ છીએ. આજના બાળકોને આ બધા ગુણ બોલીને શીખવવા પડે છે. અત્યારે પ્રાણીઓ વગરના સર્કસ પણ બાળકોને બતાવવા જોઈએ. મને ત્યારે 'ભવાઈ', જાદુગરના ખેલ કઠપુતળીના ખેલ, નટબજાણીયાના ખેલ વગેરે જોવા મળતું. હું વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેતી. મારું લેખન હું જાતે જ લખતી. મારા મૌલિક લખાણને વકતૃત્વમાં ઢાળવાથી અખબારમાં ફોટો,છપાયો. હા, મારો વકતૃત્વ સ્પર્ધામાં તાલુકા લેવલે નંબર આવ્યો હતો. તે મને ખ્યાતિ આપી છે. જામનગર હું કલાસ મોનિટર હતી તો અહીં શાળામાં સતત ત્રણ વર્ષ સાહિત્ય અંકનું ઉદ્ઘાટન કર્યું,છે. એ અંક તૈયાર કરાવવાની પુરેપુરી જવાબદારી મારી હતી. સાહિત્ય એકઠું કરવું, પસંદ, કરવું, વર્ગીકરણ વગેરે. છેલ્લે સર જોઈ લેતા. બધી પ્રવૃત્તિઓમાં ખુબ મજા આવતી. હું શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં દરવર્ષે ભાગ લેતી. અહીં રેલ્વે સ્ટેશન પાસે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા છે. અમને બધી વિદ્યાર્થીનીઓને મેઘાણીજંયતિના દિવસે ત્યાં લઈ જતા. તેઓની પ્રતિમાને હાર પહેરાવી, પીધો કસુંબીનો રંગ ગાઈને શ્રદ્ધાંજલિ આપતા. શાળામાંથી પગપાળાં પ્રવાસે ' ભૂતનાથ' લઈ ગયા હતા. ખુબ ખુબ મજા કરી. હું કોલેજમાં હતી ત્યારની વાત છે. એકવાર ઓચિંતું બસમાં મને એક છોકરીએ જાણ કરી કે આજે કોલેજે મહેમાન આવે છે, તારે બોલવાનું છે. ત્યારે ફોન તો હતા નહીં ને આગલા દિવસે હું કોલેજ ગઈ ન હતી. મને થયું કે શું બોલીશ? કારણકે બસ આખા ગામમાં ફરીને આવે પછી મારું છેલ્લું સ્ટોપ. હવે સીધી કોલેજ જ ઊભી રહે. ...શું કરવું?..હું વિચારવા માટે છેલ્લી સીટ પર જતી રહી. આજે પણ યાદ આવે છે તો ...મોઢા પર સ્મિત ફરકી જાય છે. સ્પીચ સારી હતી. મહેમાનોને ગમ્યું પણ મને થયું હતું કે થોડોક સમય મળી ગયો હોત તો ..... આપણે વિચારીએ એવું કંઈ ન થાય. એ હકીકત સ્વીકારીને આગળ વધતા રહો. તારા બધા રોડની બંને બાજુએ લાઇનબંધ દુકાનો, પ્લાસ્ટિકના દાણા બનાવવાના કારખાનાઓ, સુતળી-દોરીના કારખાનાઓ, જુની અને નવી કટલેરી બજારમાં અસંખ્ય દુકાનોને કારણે અસંખ્ય રોજગારના સાધનો હતા. હમણાં રિલાયન્સ ટ્રેન્ડ ખુલ્યો છે. અહીં શાળાઓની સંખ્યા પણ સારી એવી. આઠ વરસ ક્યાં રફુચક્કર થઈ ગયા ખબર જ ન પડી. તારા પ્રેમમાં પડી ને તને છોડવાનું થયું. નાનું સેન્ટર પણ ગોંડલ બાપુના સમયનું હોવાથી વિકસીત નગર હતું. મારી સાઈકલ લઈને નીકળી પડું તો મારા મનગમતા રોડ પર અડધા કલાકમાં આંટો મારીને આવતી રહું. તને છોડવાનો દિવસ જેમ-જેમ પાસે આવતો ગયો તેમ -તેમ મારી બેચેની વધી ગઈ. જામનગર છોડ્યું ત્યારે મમ્મી-પપ્પા ભાઈ સાથે હતા. ભણવાનો ઉત્સાહ હતો. અત્યારે તો બધાને છોડીને જવાનું હતું. કોઈ સાથે નહીં આવે. હું પાછળ ફરીને જોઉં તો મારું બાળપણ મમ્મીના ખોળામાં રમતું ને પપ્પાની આંગળી પકડીને ઊભુ હતું. ભાઈની મજાકમસ્તી, પ્રેમ ના મીઠા ઝઘડાં ને પકડાપકડી, થાપો, ચીડવવું, માની જવું. --બધુ જ સંતાડીને લઈ ગઈ. આગળ જોયું તો બધા જ ચહેરા નવા-નવા. કોણ કેવું હશે, કોનો કેટલો સાથ મળશે એવા કેટલાય સવાલો લઈને હું ગઈ. મારી સાથે મારી યાદો અને આત્મવિશ્વાસનો સહારો હતો. હા, હું મારું બીજુ શહેર છોડી ગઈ. હું સાસરે ગઈ. મારા હાઈસ્કુલના પ્રવાસોની અણમોલ યાદગીરી, ગર્લ્સ કોલેજના સંસ્મરણ, આ તારો આઠ વરસનો પ્રેમ, વ્હાલ, માતા - પિતાના લાડ, વ્હાલ,સંસ્કાર અને ભાઈના પ્રેમના સથવારે હું ચાલી નીકળી. મારુ વ્હાલું શહેર, હું તને છોડીને આગળ વધી ગઈ. તારી યાદ મને વીંટળાઈ ગઈ. હે ઈશ્વર! સૌને સહીસલામત રાખજે, તું હસતું રમતું રહેજે.લી. તને ખુબ ખુબ યાદ કરતી, તારી માનસી.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)