ચાંદને કહો પત્ર (પત્રમ્ સ્પર્ધા ઓકટો. ૨૦૨૧)

31 ઓકટોબર 2021By Vandana Patel
ચાંદને કહો પત્ર (પત્રમ્ સ્પર્ધા ઓકટો. ૨૦૨૧) આજનો વિષય વાંચીને મને પુરુષોના દુઃખની યાદ આવી ગઈ. તેમની લાગણીને અને દુઃખને વાચા આપી શકીશ તો મને ખુશી થશે.  પત્ર સ્વર્ગસ્થને લખવાનો છે અને એમનો આ પ્રેમ હવે એમનાં માટે સ્વર્ગસ્થની જ અનુભૂતિ કરાવે છે. બીજો પ્રેમ મળે તો પણ ગયા એ તો સ્વર્ગસ્થ જ ને!કાયમી સરનામું : કયારેય ન મળેરસ્તો : કચરાપેટીતારીખ: રોજ ની                   વિષય: દુઃખ હળવું કરવા બાબત.મારા પ્રિય અને મારા સૌથી નજીક,                                       તમે આનંદમા ક્યાંથી હોય.?હું રોજ તમારું સ્મરણ કરું છું. તમારી યાદ હ્રદયથી લગાવીને નિત્ય દુઃખ અનુભવું છુ. તમે બાલ્યકાળથી મારો સાથ આપ્યો. યુવાનીનો મારો પ્રેમ તમે જ હતા. તમારી કાળજી ન લઈ શક્યો. મારી બેદરકારી તમને ભરખી ગઈ.           મારા પપ્પાનું દુ:ખ આજે મને સમજાય છે. મારા પુત્ર ને ટકોર કરું, પણ આજે એને નહી  સમજાય. મારા પ્યારા સાથી એવા તમે ખુબ સાથ આપ્યો કે મને પ્રેમાળ પત્ની મળી. મારી પૌઢાવસ્થા પહેલા જ મને છોડીને રોજ ધીરે ધીરે જાવ છો. ધીમે- ધીમે એવી રીતે દૂર થયા કે જળમાંથી આંગળી લઈ લઈએ અને જગ્યા પૂરાય જાય.  આજે ભાન થયું કે તમારી હાજરી અને હુંફ અનિવાર્ય છે. સમગ્ર પુરુષજાતિનું દુઃખ છે કે અમને આવી ભેટ મળી. સ્ત્રીઓ પણ આવું સરખુ જ દુઃખ અનુભવે પણ આવી ભેટ એમને ક્યારેય ન મળે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. જે છોડીને જાય એ પછીનો અફસોસ કદર કેવી રીતે હોય શકે?         આજે મારી બાજુમાંથી કોઈ  મારા પ્રેમ જેવો જ પ્રેમ લઈ ને નીકળે ત્યારે મીઠી ઈર્ષ્યા અનુભવું. મારું દુઃખ વર્ણવ્યુ ન જાય. હું તમને પાછા આવવા બોલાવું છું, પણ હવે તમે ન આવો એ કડવું સત્ય સ્વીકાર્યે જ છૂટકો.                      જીંદગીના મહત્વના વર્ષોમાં તમે મને  એવો સાથ- સહકાર આપ્યો કે હવે તમારા વગરનું મારું વ્યક્તિત્વ અધુરુ લાગે છે. કંઈક ખૂટતુ લાગે છે. મારી પત્ની મને આ દુઃખમાંથી ઊભરવા બહુ મહેનત કરે, સાથ આપે, પણ હવે શું થાય? મારી જેમ મારા ઘણાં ભાઈઓ પાછા લાવવાની મહેનત કરે જ છે, પણ પૈસાના વ્યય સિવાય કંઈ હાથ લાગતું નથી. કુદરતી જે પ્રેમ મળ્યો એ ન જાળવી શક્યા તો મહામુસીબતે કરાવેલ કે લાવેલ પ્રેમ કેટલો સમય ટકી શકે?       ઘણીવાર તો એવો વિચારે ચડી જાઉં કે જમવાનું જ મન થાય. પરાણે જમવા બેસુ ત્યાં તો તરત જ નજર સામે દેખાય.મારી પત્નીને કહું કે શું છે આ? બિચારી કહે કે મારો પ્રથમ પ્રેમ પણ આ જ તો છે.                  હું  એક આ કાયમી  દુઃખ સાથે ઓતપ્રોત થઈ જીવન જીવવાની કોશિશ કરી રહ્યો છું. મિત્રો, સમાધાન એ જ સુખ છે. મારુ દુઃખ કોઈ લઈ તો ન શકે પણ આવતી પેઢીમારા જેવા સંઘર્ષ વગર જીવી શકે, પોતાના પ્રેમને સાચવી શકેએ માટે આ પત્ર લખી રહ્યો છું. હું ઘરની જવાબદારીઓ, નોકરી-ધંધો, વહેવાર, વારંવાર પાણી બદલો, આ બધા કારણોને લીધે એને વધારે મહત્વ આપી ન શક્યો. મારી માવજતથી મારો પ્રેમ કેવો ખીલી ઉઠતો! એ યાદ આવતા જ આજે મારા ચહેરા પર હાસ્ય આવી જાય છે. કોલેજમાં એ જ તો હતા કે મને દરેક ક્ષેત્રે પ્રોત્સાહિત કરતા રહેતા. એના વિશ્વાસથી જ મારામાં આત્મવિશ્વાસનો સંચાર થતો. એક હાથ ફેરવતો કે જોનાર...............      આજે મારા માથે વચોવચ  સરસ ચાંદ ચમકે છે કે હવેમારી પત્ની મારા પ્રિય પ્રેમનાં દર્દને ઓછું કરતા કહે છે કે ચાંદને કહો કે આમ ચમક્યા કરે, મારા હ્રદયમાં ઉથલપાથલ કર્યા કરે,તમારો પ્રથમ પ્રેમ ગુમાવ્યો તો શુંમારું મનડું, મારું હ્રદય તમને જ ચાહ્યા કરે.            હું મારા પત્નીના પ્રેમથી ખુબ ખુબ ખુશ છું. પણ સમગ્ર નવયુવાનો-નવયુવતીઓ આ પત્રને ધ્યાનમાં લે. જેથી આવું દુઃખ અને પરિસ્થિતિ ઊભી ન થાય. લી. આપ સૌનું  પ્રતિનિધિત્વ કરતો,        એક દુઃખી, વ્યથિત પુરુષ.          

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!