અમી-૪ ધારાવાહિક (પત્રમ્ સ્પર્ધા)

23 ઓકટોબર 2021By Vandana Patel
અમી-૪ ધારાવાહિક (પત્રમ્ સ્પર્ધા) ખુશીને દાદીની ચિઠ્ઠી (પત્રનં૩)( ગયા અંકમા જોયુ કે લાગણીશીલ અમી સાસુમાનો મમ્મીને લખેલ પત્ર વાંચીને ભાવુક બની ગઈ હતી. બંને મમ્મીને યાદ કરતી રહી. હવે આગળ...)                   આજે બીજો દિવસ ઉગ્યો. સવારથી અમીકામકાજમાં હતી. બપોર પછી થોડો સમય ધોળ -કીર્તન અને સાંજે સાડા આઠની આસપાસ સત્સંગ (ધોળ -કીર્તન ગાય) કરવાનો હોવાથી રસોઈ કરિયાણું બધી વ્યવસ્થા જોઈ લે તો સત્સંગમા બેસી શકે.                મીરાંના સાસુ અમીને કહે છે કે આ બાર દિવસમાં જેટલું દાન પુણ્ય કરીએ એ બધુ અક્ષય થાય. અન્નદાન એ જ મહાદાન. ગાય કૂતરાનો ભાગ ત્રણેય સમય કાઢવો જોઈએ.અમીએ માસીને હા પાડી.                 બધા બાળકો રુમમાં હતા. એટલામાં ખુશી અમી પાસે આવીને કહે છે કે મમ્મી, મમ્મી પેલી ચિઠ્ઠી વાંચવી છે, જેદાદીએ મને લખી છે. અમી વિચારે છે કે શું હશે ચિઠ્ઠીમાં?ત્યાં તો અમિત કોઈ જોડે વાત કરતો હોય છે, એટલે અમીનું ધ્યાનભંગ થતા ખુશીને કહે છે કે તું જા. અમે બધા થોડીવારમાં તારા રુમમાં આવીએ છીએ.                    અમિત અમીને વાત કરે છે કે પાંજરાપોળમાં ફાળો લખાવી દઈએ, પછી બારમાની દિવસે વધારે કરીશું. હમણાં નીરણ અને ચણ ની રકમ આપી દઈએ. અમીએ કહ્યુ કે હા, તમે એ કાર્ય કરીને ખુશીના રૂમમાં આવજો. પેલી ચિઠ્ઠી વાંચી લઈએ. અમિતે હા પાડી અને રાહ જોતો સોફામાં બેઠો.મમ્મીનું અગિયારમું અને પપ્પાને બારમું.........વિચારે ચઢી જાય છે કે આમ અચાનક........*****************થોડીવાર પછી બધા ખુશીના રૂમમાં ...ખુશી ચીઠ્ઠી વાંચવાની શરૂઆત કરે છે. વ્હાલી દીકરી ખુશી,                      મારા જવાથી દુઃખી ન થતી. હું તને ખુબ ખુબ પ્રેમ કરુ છું. દીકરી, તું ભાગ્યશાળી છો કે અમી તારી મમ્મી છે. મારા પુણ્ય કે મને અમી જેવી વહુ મળી. તને એમ કે હર્ષ મારો લાડકો. દીકરા કંઈ આગળ જઈ સ્વર્ગના બારણાં નથી ખોલી દેતા, કે નથી વૈકુંઠ જવાની સીડી મુકી દેતા. આ તો પેલી કહેવત છે ને કે ખીચડી હલાવી બગડે ને દીકરી મ્હાલવી બગડે. મ્હાલવી એટલે ફરવું રખડવું. હું તને બહાર બહું ન જવા દઉં. પણ સમય વર્તીને જીવ ચપટીમાં રાખીને જવા દેતી. તું સાસરીમાં જલ્દીથી ગોઠવાઈ જાય અને તને ત્યાં અમારી બધાની બહું યાદ ન આવે એ માટે આખો દિવસ ટોક્યા કરતી. તારા મનમાં મારા પ્રત્યે કોઈ રોષ ન રહે તે માટે આ ચીઠ્ઠી લખી રહી છું. તું મારી સરિતા જેવી જ છે. મેઘાના અકસ્માતને બીજે વરસે તારો જન્મ. મને લાગ્યુ કે મેઘા જ આવી કારણકે મેઘા અમિતના લગ્નમાં સરોજને છેડાછેડી છોડતી જોઈ રહી હતી ત્યારે એની આંખોમા ચમક હતી કે એક દિવસ આવીશ અને બહેનના બધા અધિકાર લઈને આવીશ. અને જો તું આવી, ને હર્ષને પણ લાવી. હર્ષ ફૂટબોલ સરસ રમજે. પરિપત્રની રાહ જુએ છે ને? બંને સંપીને રહેજો. મા-બાપની સાથે કુળનું નામ ઊજાળજો. મારા દિકરા વહુને , દીકરીઓ- જમાઈઓને, પાયલ હર્ષ, ધ્યેયને અને તને ખુબ ખુબ પ્રેમ અને આશીર્વાદ. લી. તમારા બંનેની દાદી.*********************ખુશી રડતાં- રડતાં દાદા દાદીના ફોટા પાસે જાય છે કે તમારો પ્રેમ અલગ જ હતો. મારી સમજમાં બેઠો નહીં ને દાદાને તમારાથી બચવાની ઢાલ સમજતી રહી. મારી ઉંમર જ શું છે.!મને માફ કરી દો. ફોટાને પ્રણામ કરે છે ત્યાં તો દરવાજે ટપાલીની બૂમ સંભળાઈ. ***************************હર્ષ ની પાછળ-પાછળ ધ્યેય પાયલ અને ખુશી દોડે છે.મીરાં પણ ઉત્સુક હતી. મીરાં મોટા સાથે રહેતી પણ જીવ તો બાળકોની ટુકડીમાં જ. સાતતાળી થપ્પો ચેસ રમી પણ લે.આજે પરિસ્થિતિ અલગ હતી. જવાબદારીઓ અને અણધાર્યુ દુઃખ માણસને પીઢ બનાવી દે છે. ત્યાં તો હર્ષ આનંદની ચિચિયારી સાથે ઘરમાં આવે છે. અમી અવાજ કરવાની ના પાડે છે. અમિત આનંદનું કારણ પુછે છે તો હર્ષ એક પરિપત્ર પપ્પાના હાથમાં મુકી દે છે. અમિત ખોલીને જુએ છે તો એક નાનકડું સ્મિત અમિતના ચહેરા પર આવી જાય છે. અમિત બધાને જણાવે છે કે હર્ષને રાજ્યકક્ષાએ ફૂટબોલ રમવા જવાનું છે. બધા હર્ષ સામે જુએ છે. હર્ષ તો દાદા- દાદીના ફોટા પાસે ઉદાસ ઊભો હોય છે. દાદાજીને મારી જોડે આવવાનું ખુબ મન હતું. ખુશી જાણે મનનાં ભાવ ઓળખી ગઈ હોય એમ હર્ષને કહે છે કે તું રમવા જજે. દાદાજી તારી જોડે જ છે. હર્ષના ખોબામાં એક ફૂલ આવી જય છે.********માથુ અડતા ફૂલ છબી પરથી દડીને આશીર્વાદ રુપે ખોબામાં ન આવી ગયું હોય!*****************અમિત સામે દ્રષ્ટિ કરતાં હર્ષ પુછે છે.અમિત હા પાડે છે અને હર્ષ શાળામાં ફોન કરે છે. *********************ધારાવાહિક સંપૂર્ણ. આ મારી પહેલી જ ધારાવાહિક અને એમાં પણ પત્રોના સમાવેશ સાથે. કેવી લાગી એ જરુરથી કહેજો.તમારા અભિપ્રાય અને પ્રતિભાવની રાહ જોઈશ.સૌને મારા જય શ્રી કૃષ્ણ. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!