શેઠની શિખામણ ઝાંપા સુધી.

30 એપ્રિલ 2022By Vandana Patel
શેઠની શિખામણ ઝાંપા સુધી. જગત શેઠ મોટા બંગલામાં રહેતા હતા. એમણે પોતાના નવા નોકર રામુને બુમ પાડી. રામુએ કહ્યુ કે 'જી, શેઠ.' શેઠે કહ્યુ કે 'આજે તારો પહેલો દિવસ છે, એટલે તું મારી સાથે રહેજે, જેથી કામ બરાબર સમજાઈ જાય.' રામુએ કહ્યું કે 'જી શેઠ' શેઠે કહ્યું કે 'જા મારા માટે ચા નાસ્તો લઈ આવ.' રામુ હાથમાં ડીશ અને ચાનો કપ લઈને આવ્યો. શેઠે કહ્યું કે 'એક ટ્રેમાં મૂકીને લઈ આવ, આમ, હાથમાં સારું ન લાગે' નાસ્તો કરી લીધા પછી પોતાના બુટ મંગાવ્યા રામુ એક ટ્રેમાં બૂટ મૂકીને લાવ્યો. 🤣🤣🤣 શેઠ કહે તને તૈયાર કરતાં તો મારો દમ નીકળી જશે. બૂટ હાથમાં પકડાય. શેઠે કહ્યું 'જા, શાકભાજી લઈ આવ'.  રામુ ટોપલામાં શાકભાજી લાવ્યો. 🙂😀😀શેઠે કહ્યું કે 'આમ, ટોપલો બે હાથમાં ઉંચકીને કેવી રીતે લાવ્યો?' 😝🤣🤣 'શાક લેવા થેલી લઈને જવાય.' સારું જા, આપણું બિલાડીનું બચ્ચું રમેશ શેઠના ઘરેથી લઈ આવ.' રામુ બિલાડીનું બચ્ચું થેલીમાં નાખીને લાવે છે😛🤪🥰 રસ્તામાં બધા આશ્ચર્યથી થેલીમાંથી આવતો અવાજ સાંભળીને હસે છે. શેઠ માથે હાથ દઇને.... તારું શું થશે?  બિલાડીના બચ્ચાને ખુલ્લી બાસ્કેટમાં ઉપાડાય. તને તો પહેલે જ દિવસે  છુટો કરવો પડશે, એવું લાગે છે.😛😛🤣🤣રામુએ કહ્યું કે ના, ના શેઠ, મારે  કામની ખૂબ જરૂર છે. મને છુટ્ટો ન કરો. 🙏🙏😒        શેઠના બા શેઠ પાસે આવીને પૂજા માટે રૂ મંગાવવાનું કહી ગયા. શેઠે કહ્યુ કે 'સારુ જા, બજારમાંથી રૂ લેતો આવ.' રામુ  ખુલ્લી બાસ્કેટમાં રૂ લઈને આવ્યો. ઘરે પહોંચતા સુધીમાં અડધું રૂ ઊડી ગયું. શેઠે કહ્યુ કે હે ભગવાન!  શું થશે તારુ !!! મેં પેઢીએ જવાનું પડતું મુકીને તને તૈયાર કરવામાં આખો દિવસ બગાડ્યો. બોલ, તારો પગાર કેટલો કરું? તું આજે જ.....ત્યાં તો શેઠાણી આવ્યા. શેઠાણીએ કહ્યુ કે છુટ્ટો કરો એ પહેલાં.....(વળી, કાલે નવો નોકર ન મળ્યો 'તો ઉપાધિ કેવડી?😜) રામુ આ લે, બે રુપિયા.એક રુપિયાની કોથમીર અને એક રૂપિયાનાં લીંબુ લઈ આવ.                 રામુ હરખમાં લગભગ દોડયો. 😀😄😁 ઝાંપો ખોલતાં જ  રામુની નજર સિક્કાઓ પર પડી. રામુ પાછો ઘરમાં આવ્યો. રામુએ શેઠને પુછ્યુ કે 'કયા રુપિયાના સિક્કાથી લીંબુ અને કયા સિક્કાથી કોથમીર.....'ત્યાં તો શેઠનો મગજ છટ્કયો.....એ અક્કલના ઓથમીર.....😬😳🙄ત્યાં શેઠનાં બા પૂજા કરીને આવ્યા. દીકરાને  પ્રસાદ આપતાં કહ્યુકે "આનું નામ શેઠની શિખામણ ઝાંપા સુધી..." મા- દીકરો  હસવા લાગ્યા.🤣🤣😀😀            (આ ત્યારે બની ગયુ કે એક રુપિયાના ત્રણ કે પાંચ લીંબુ મળતા હતાં. આજની વાસ્તવિક પરિસ્થિતિ જોડે લીંબુને જોડવાની કોશિશ ન કરવી😇😇😅) 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!