બે જુના મિત્રો

29 જુન 2022By Vandana Patel
બે જુના મિત્રો કોલેજ પુરી થઈ ગયા પછી અચાનક જ બે જુના મિત્રો પંદર વરસે પ્લેનમાં મળ્યા, બંને એકબીજાને જોઈને ભેટી પડ્યા. બંને ભારત આવતાં હતાં. બંનેએ ખૂબ ખૂબ વાતો કરી.              એરપોર્ટથી ટેક્સી લઈને નીકળ્યા પછી એક મિત્ર જાણે ટીંગાઈને કશુંક શોધતો હતો. બીજો મિત્ર અકળાઈને પુછે છે કે "તું શું શોધે છે?"😳🤔પહેલો મિત્ર કહે છે કે "એ દેખાય તો કહું."😝🤪😄બીજો મિત્ર કહે છે કે" તને નહીં મળે, એ પરણી ગઈ"😭પહેલો મિત્ર બોલી ઉઠ્યો કે "હૈં." "હું તો પાણીપુરીની લારી શોધી રહ્યો છું યાર, તારે મને વીસ રુપિયાની ખવડાવવાની બાકી છે યાદ નથી?"🤣🤣🤪બીજો મિત્ર "ઓહ! સારુ દેખાય તો ટેક્સી ઊભી રખાવજે."😒પહેલો મિત્ર "છોકરી ?"🤔બીજો મિત્ર થોડો ખિજાઈને  " પાણીપુરીની લારી."😭🤪😄હસતા રહો, હસાવતા રહો. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!