બિચારો પતિ

29 જુલાઈ 2022By Vandana Patel
બિચારો પતિ મેં હમણાં જ વોટસએપ પર વિડિયો જોયો. એક બેન પ્લેટફોર્મ પર ડુંગળી રાખીને સુધારતા હતા. એનો પતિ પ્લેટફોર્મ પર બાજુમાં પ્લેટ મૂકી, હાથ ધોવા નળ ચાલુ કરવા જતો જ હતો કે....પત્ની કેળું લઈને કેળાં પર  ધડાધડ ચપ્પુથી આડેધડ ઘા જીકવા જ માંડી. 😛 બિચારો પતિ ઘાંઘોવાંઘો થઈને ફટાફટ પ્લેટ ધોઈને ઉતાવળમાં ચતી મૂકીને જતો રહ્યો. બેન પાછા સામાન્ય સ્થિતિમાં આવીને શાંતિથી ડુંગળી કાપવા લાગ્યા.🤣🤣😄જુઓ તો ખરી, કેવો ડર, વર્ચસ્વ, અને એકચક્રી શાસન બતાવ્યું. હકીકતમાં આવું ન હોય. આ તો વિડિયો છે. પણ ચાલો, હું તમને મારી થોડી આવડતના દર્શન કરાવું....મેં એ વિડિયો જોઈને જાણે એ બેન જોડે વાર્તાલાપ કરતી હોય, એવું તાદાત્મ્ય કેળવ્યું. વાંચીને પસંદ પડે તો મારા પ્રતિલિપિ મિત્રોને ખબર જ છે કે શું કરવાનું હોય......🤣🤣🤣😄😄😄😛😅 અરે! પ્રતિભાવ સાથે સિક્કા આપજો. બસ, કહી દીધું. રહી ન શકું ને ! ઉતાવળ યુ નો.......😃😀😀*****એ બેન જોડે વાત:- 👉સીંકમા પડેલો વાસણનો ઢગલો કોણ કરશે બેન? ના, આ તો જસ્ટ જીજ્ઞાસા! યુ નો🤣😂👉ને હા, તમે ડુંગળી તો નીચે સુધારો છો, તોય આટલા વાસણ થાય ? ના આ તો જસ્ટ કુતુહલ! યુ નો😁😀👉ને તમે તો કેટલી સરસ સાડી પહેરી છે,  તો તમે તો ન જ કરો બરાબર ને બેન?  ના આ તો જસ્ટ અનુમાન! યુ નો🤔👉અને હા, તમારા ઘરે જો કામવાળી આવતી હોય તો, એ આ તમારા પતિની પ્લેટ સાફ ન કરે? ના, આ તો જસ્ટ અમસ્તું પુછ્યું. યુ નો  😀😀👉આ તમે તો બહુ ગુસ્સો કરો એટલે હું વધારે હેરાન નહીં કરું , ગુસ્સો હેલ્થ માટે ખતરનાક છે.આ તો જસ્ટ તમારું થોડું ધ્યાન તો રાખું ને!  💐🥳😘👉  બેન, હજી એક વાત પુછવાની તો રહી જ ગઈ.....    આ તમે રોજ ગાય માટે કેટલાં કેળાંનું કચુંબર બનાવી નાખતા હશો હૈ?ના, આતો જસ્ટ થોડી વેસ્ટની પણ ચિંતા કરવી પડે ને! 😝🤪હા, તમે તો બહુ અકળાઈ ગયા....ધીરજ ધરો, આ છેલ્લું જ છે હો😂😂🤣🤣👉આ તમારા પતિ કેટલા હેબતાઈ ગયા કે પ્લેટ ધોઈને ઊંધી વાળવાનો બદલે ચતી મુકીને ચાલ્યા ગયા છે, કે હવે તમે શું કરશો?ના, આ તો જસ્ટ થોડી પુછપરછ ! યુ નો.🤣*************ચાલો , એ બહેન તો કંટાળી ગયા છે. એ બહેન ચપ્પું લઈને મારી પાછળ પડયા છે. તમને મળે તો વાતોમાં રોકી રાખજો.હું ત્યાં સુધીમાં તમને બધાને પુછી લઉં.એ બહેન શું કરશે?૧. પતિને પાછા બોલાવશે?૨. એ બેન જાતે પ્લેટ ઊંધી વાળશે.?૩. પ્લેટ એમ ને એમ રહેવા દેશે?૧. 👉 પતિને પાછા ન બોલાવે તો પતિના મનમાંથી પત્નીનો ડર નીકળી જાય.....૨. 👉 બેન જો જાતે પ્લેટ ઊંધી ગોઠવે, તો પતિ પાસે પહેલેથી પ્લેટ જ ન ધોવડાવે.😀૩. 👉 પ્લેટ એમ ને એમ રહેવા દે તો ઈગો ઘવાય.😨*******👉 'ન જાણ, ન ઓળખાણ' આ અજાણ્યા બેન જોડે મેં કેટલી વાતો કરી લીધી...તો વિચારો, મને ઓળખતા હોય એના શું હાલ થતા હશે!🤣🤣😅 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!