જિજ્ઞાસા અવનવી
મને પણ જિજ્ઞાસા જાણવાની થઈ જ ગઈ કે આજે વિષય રામનવમી, શ્રીરામ કે સત્ય-અસત્ય, ધર્મ- અધર્મ કેમ ન આપ્યો? બીજી જિજ્ઞાસા કે પૂતની ઉર્ફ પુરીબેનનો જવાબ સાંભળીને રમીલાબેન શું કરશે? કે પછી પ્રવિણાબેનના હાથની કઠપૂતળી બનીને રહી જશે? જો ભામિની એના રસ્તા પર આગળ વધી ગઈ તો? ત્રીજી જિજ્ઞાસા એ થાય છે કે પ્રણવભાઈ હાલતાં ચાલતાં પોતાની રચનાઓમાં પડોશણ કે મોહતરમાને લાવે છે, જો કાજલભાભીને ખબર પડી ગઈ તો એ ભૂકંપના દિવસે સાંત્વના આપવા એમની ઘરે જવાય કે કેમ? 🤪😁😁 જિજ્ઞાસા તો થાય ને કે ઝઘડો કેટલે પહોંચ્યો.... આમ તો હું શાંતિમય વાતાવરણ ઈચ્છું. હું આવીશ તો સુલેહ કરાવીને જ જઈશ. નો ચિંતા...પ્રણવભાઈ...બાકી આજકાલ મોહતરમા ગેરહાજર છે એ સારું છે.🤣🤣😅 ચોથી જિજ્ઞાસા એ થાય છે કે આ અમિતાબેનનું ખડ ખડ પંચમ પાણી પર ચાલે છે કેવી રીતે? ચંદ્ર પર પહોંચી ગયા તો પાછું ફરવા માટે પેરાશુટ ઠીક રહેશે? જો હા, તો ખડ ખડ પંચમ નીચે કેવી રીતે આવશે? 😒🤔 પાંચમી જિજ્ઞાસા એ છે કે મારી ધારાવાહિક, ડાયરી અને માઈક્રો-ફિક્શનમાંથી સૌથી વધારે કઈ સ્કીમ વધારે હીટ હશે?🤔😀😀😂 છઠ્ઠી જિજ્ઞાસા કે મારી એક સખીનું નામ પણ જિજ્ઞાસા છે, એ આજકાલ ક્યાં છે? એ મને ખબર નથી. છેલ્લે નેધરલેન્ડ હતી. (છેલ્લે એટલે અઢાર વર્ષ પહેલાં ખબર પડી હતી.🤣😅) ચાલો આવજો. બાકી જિજ્ઞાસાનો કોઈ અંત નથી. 😁🤪
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)