છબરડો
આજે તો મેં આંધળે બહેરું કુટ્યું, એમ ગણગણતી હતી, ત્યાં જ મારા પતિદેવ આવ્યા. મને કહે કે "શું એકલી એકલી બોલ બોલ કરે છે?"મેં કહ્યુ "તમને ખબર નહીં પડે."તો પતિદેવ મને કહે કે " તું કહે તો ખરી"હું પણ ખુશ થઈ, ચાલો આજે સામેથી વાત કરવામાં રસ લીધો છે, તો કહી જ દઉં. પણ આમાં તો મારી અક્કલ જાય એમ છે....હવે શું કરું?...હું વિચાર કરતી રહી, ને એ તો રુમમાં ચાલ્યા ગયા.😩આ વાત એમને કરવામાં તો વાંધો જ નથી, પણ તમે બધા કંઈ થોડા ઓછા ઉતરો એમ છો! હમણાં હું કહીશ, એટલે મારા પતિદેવની સાથે સાથે તમે બધા હાસ્યની છોળો ઉડાડશો.🤣🤣🤣🤪મેં કહ્યુ કે "મેં ઉતાવળમાં પ્રતિલિપિ પર વિષય જોયો."પતિદેવ: એ તો રોજ જુએ છે, હમણાં શબ્દ વાવેતર અને બાલ સાહિત્યમાં કંઈક ગૂંચવાઈ છો ને?મેં કહ્યુ "હા, એ તો છે જ." "મેં આજે ચશ્મા વગર પ્રતિલિપિ પર વિષય વાંચી લીધો, ને ચશ્મા પહેરીને પિરામિડ અને મુકતક લખી પણ નાખ્યું."પતિદેવ : સરસ, સરસ. ચાલો લખી નાખ્યું ને હવે ચા બનાવ. હું ચા બનાવીને સોફામાં બેઠી. મને થયું કે લાવ એ બંને રચના અપ્રકાશિત કરી દઉં. હું કંઈ નક્કી કરી શકતી ન હતી. પતિદેવ: શું વિચારે છે?મેં કહ્ય કે "રચના અપ્રકાશિત કરી દઉં."પતિદેવ: કેમ?મેં કહ્યું કે " ઘોડાનું ચિત્ર અને ગુલામ શબ્દ જોઈનેને થયુ કે સૌ કોઈ પશુઓને ગુલામ ન બનાવવા જોઈએ, એવું લખી નાખશે, તો હું કંઈક નવું લખું.પતિદેવ: હા, તો બરાબર જ છે. તું બધા કરતાં કંઈક અલગ વિચારીને લખે તો જ જુદું અને સરસ લાગે ને!👍🏻મેં કહ્યુ કે "હવે તમે થોડી વાર સાંભળશો?"😡 "એક તો મને કહેવાની હિંમત ન થતી હોય, ને તમે મને ચણાના ઝાડ પર ચડાયવા ચડાવ કરો છો." ને બીજી વાત એ છે કે હું વિચારું જ છું કયા?🤔 એમ જ લખી કાઢું છું. 😄પતિદેવ સમજી ગયા. મને પ્રોત્સાહન આપવાનુ કર્યું બંધ, ને ચા પીવાનું કર્યુ ચાલું ...😏 મેં મારી વાત આગળ વધારતા કહ્યુ કે શબ્દ ગુલામ હતો જ નહીં, ને એમનાથી ચાનો કોગળો થતા થતા રહી ગયો. મારી સામે ગુસ્સાથી જોયું, કે જો તારી ઉતાવળને કારણે ચા પણ સરખી નહીં પીવાય.😡😡😖મેં કહ્યુ કે લગામ શબ્દ હતો. એ વિચારમાં પડી ગયા.મને કહે કે "આપણે ઘોડો પાળીએ તો એ આપણો ગુલામ થઈને જ રહે છે ને! એ અર્થમાં જોઈએ તો પાળીતાં ઘોડાને કાબુમાં રાખવા લગામ કસવી જ પડે છે. આ લગામ ઘોડાના મોંમા હોય છે.જેમ ઘોડાને રોકવા લગામ આવશ્યક છે, એવી રીતે ગુલામને પણ કાબુમાં રાખવા દાબરુપી લગામ રાખવી પડતી હતી.આજે ગુલામપ્રથા નીકળી ગઈ, એને પણ વર્ષો વીતી ગયા. કોઈને ગુલામ બનાવવા વ્યાજબી નથી, તો લગામ પણ જરુરી નથી. મેં કહ્યુ કે "આપણે જીભને વશમાં રાખવી જોઈએ, નહીં તો આપણે શબ્દોના ગુલામ થઈ જઈએ, એ અર્થમાં લખ્યું છે.મારા પતિદેવે કહ્યુ કે "જીભ પર લગામ રાખો, તો શબ્દોના ગુલામ ન થવાય." મેં વિચાર્યુ કે ચાલો છબરડો એમ જ રહેવા દઉં. બધાને મનોરંજન મળશે.😭😆😀😅ઉતાવળાં સો બાવરા, ધીર સો ગંભીર. એ આજે સમજાય ગયું.મારા પતિદેવ ગંભીર શબ્દ સાંભળી ગયા. મને પુછે છે કે ગૌતમ ગંભીરે કેટલાં રન કર્યા..😳મેં ડોળાં કાઢતા કહ્યુ કે એવા મેચ જોવા ટીવી ન બળાય.😡બિચારા કંઈ ન બોલે હો. બેડરુમમાં જઈને બીજુ નાનું ટીવી ચાલુ કરીને વાસી મેચ તો વાસી મેચ પણ જોઈ નાખે.🤣🤪🤣🤣😁મારે પણ હવે લેખનકાર્ય અને બીજા કાર્યો કરવાના હોવાથી મેચ જોવા દઉં. શું થાય ? બીજા કોઈ ઓપ્શન હોય તો કહેજો, તમતમારે.....અજમાવી જોઈશ તમારા જોખમે....છુટાછેડા ન થવા જોઈએ.જો ઝઘડા વધ્યા, તો વાંક તમારો હો..🤣🤣🤪😀😜
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)