છત્રી
હમણાં એક જોક ફરતો થયો છે.👇જેને ઝઘડો જ કરવો હોય એને શું? 🤔પત્ની: તમે વરસાદમાં છત્રી પલાળીને આવ્યા ને?😂😝હવે ઘરમાં શું શાબ્દિક પ્રહારો થયા, શું પ્રહારો થયા વાત ન પૂછો....જે થયુ તે આપણે તો હસવાનું જ હો...🤣🤣🤣😝વાંચો આગળની મારી કલ્પના....✍✍પતિ: પત્નીની વાત સાંભળીને મનમાં ને મનમાં ઉકળી ગયો.🙄પત્ની: કેમ કંઈ બોલતા નથી?🤩પતિ : શું બોલું? છત્રી ભિંજાવા માટે જ હોય છે, વાપરવી ન હોય તો લેવાય જ નહીં.😏પત્ની: અરે! પણ તમને તો કંઈ કહેવાતું જ નથી.😭😳પતિ: એટલે તો હું બોલતો ન હતો. કાલથી છત્રી આપતી જ નહીં.પત્ની : આપવી તો પડે.😬😬પતિ: કાં શોભાની હાથમાં ફેરવું ને કોઈ પુછે કે ખોલતા કાં નથી, તો પછી કે‘વુ તો ખરી કે પત્નીએ ના પાડી છે.એના કરતાં તો નથી જ લઈ જવી...(ખીજમાં છત્રી પત્નીના હાથમાં પકડાવી દીધી.)😬પત્ની : તમારી મરજી, ન લઈ જતા.😆🤪પતિ : હું કાલે પલળીને આવું ને મને તાવ શરદી થાય તો ઉકાળો,ગરમ હળદરવાળું દૂધ,વીકસ લઈને સેવા કરવા ઊભાા પગે ઊભી રેજે.🥳પત્ની: ઓહો હો તમારું તો માથું ફરી ગયું કે ભમી ગયું? તડકામાંથી આવ્યા હોય એવું ગરમ છે. વરસાદનું પાણી થોડું માથે પડવા દેતા હોય તો....મારા મમ્મીનું કહેવું છે કે ઝઘડો ન થાય એ માટે માથે બરફ રાખવો પડે.પતિ: તો રાખને બરફ તારા માથે.😇પત્ની: અરે ! પણ મમ્મીએ તમને કહ્યું છે.😃પતિ : હા, તી એ કહે તો મને જ કહે ને! પોતાની દીકરીની તો સાસુમાને ખબર જ હોય ને? 🤣🤣😭😭પત્ની: હવે તમે જલ્દી જમવા બેસો, તો નવરી થાઉં😣😣પતિ : બસ નવરી થઈને વોટ્સએપમાં ખોડાઈ જશે, એમ નહીં કે તમને ભૂખ લાગી હશે, દાળ ગરમ કરી દઉં. 🥵પત્ની: દાળ બનાવી જ નથી.🥳પતિ: વાંધો નહીં, કાલથી બપોરે બનાવજે. ગામડેથી બા બાપુજી આવશે તો સાંજે ખીચડી પણ બનાવજે.🥳🥳પત્ની: પણ મને પુછવું તો જોઈએ ને?😨પતિ : મારું પણ ઘર છે, બધું તને પુછીને કરવું જરૂરી છે? આ હમણાં પુછતી‘તી, કાં છત્રી પલાળી? કાં છત્રી પલાળી ? એટલે હવે છત્રી નહીં વાપરું.😱😱છત્રી નહીં વાપરું એટલે બીમાર પડીશ,બીમાર પડીશ એટલે મારા મા-બાપ મને જોવા આવશે.એ ભલે જોવા આવે ઊભા પગે સેવા તો તારે જ કરવાની છે સમજી ગઈ...,😍પત્ની: 🤔🤭😢 ઓહો તમે તો જો કયાંથી ક્યાં પહોંચી ગયા? તમે અહીં સોફામાં શાંતિથી બેસો. હું પાણી ભરી લાવું.પતિ: (મનમાં)આ તો ડાહી થઈ ગઈ!🤔પતિ : તો આ સોફા ભીનો નહીં થાય?😏પત્ની: તમારા કરતાં થોડો કિંમતી છે!😂પતિ: મને બધી ખબર પડે છે હો. હું છત્રી નહીં વાપરું, નહીં વાપરું, નહીં જ વાપરું. 😤😤પત્ની : એટલે તમે નક્કી કરી જ લીધું છે કે બા-બાપુજી આવશે, આવશે ને આવશે જ. એમ ને?😡😡શાબ્દિક વિશ્વયુદ્ધમાં વચ્ચે ખલેલ પાડતાં ચિંટુ બોલ્યો "એવા વરસાદ જ ક્યાં પડે છે કે રોજ છત્રી વાપરવી પડે?" "તમે બીમાર નહીં પડો પપ્પા."😂ચિંટુના પપ્પા: કરી નાખ્યું ને પાણી ઢોળ....! મારું આમેય કોઈ દિ‘ ઉપજ્યું છે, તે આજે ઉપજે.😢😢😭😭😭
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)