અંધારામાં એ પડછાયાથી બચવાના નુસખાઓ
પહેલી વાત તો એ છે કે અંધારામાં પડછાયો દેખાય જ નહીં. આજે પ્રથમવાર બોલો પ્રથમવાર મેં વાંચ્યું કે અંધારામાં એ પડછાયો......🤣😂. ચાલો નુસખા જોઈ લઈએ ક્યારેક સામનો કરવો પડે કે પડછાયાનો ભેટો થઈ જ જાય તો પાંચમા નંબરનો નુસખો કામ આવી શકે હો.... ....પણ બાકીના એકેય નુસખો કામ ન આવે એવું બને. પણ જરા વાંચવામાં શું જાય હૈં......😭🤪🤩🤣 (૧) અંધારામાં એ પડછાયો મારી નજીક આવતો ગયો આવતો ગયો ને મારામાં વિલીન થઈ ગયો. હવે એ પડછાયાનો ડર ન રાખો.--હા, મારાથી ડરવું હોય તો છૂટ છે......🤣🤣😂😂(૨) પણ અંધારામાં બહાર નીકળવાની જ શું જરુર છે હૈં ? ભગવાને રાત સુવા માટે બનાવી છે, આરામથી સુતા રહો. અંધારામાં બહાર નીકળવું નહીં એટલે એ પડછાયો જોવા નહીં મળે.🤣🤣(૩) અંધારામાં નીકળવું જ પડે, એ પડછાયાનો સામનો કરવો જ પડે તો ડર શા માટે? એ પડછાયાને હિંમતથી પુછો કે તને પડછાયો બનાવ્યો કોણે? તું કોનો પડછાયો છે? જો એ વ્યક્તિની હત્યા તમે નથી કરી તો એ તમને કંઈ નહીં કરે.હા, મદદ જરુર માગશે. મદદ કરવા તૈયાર થઈ જાઓ.... મદદ તો માગે જ ને! જે વ્યક્તિ મળે એની પાસે મદદ માગે. તમે મળ્યા તો તમારી પાસે મદદ માગી... હૈં ..હું મદદ કરું? એમ હવે શા માટે પુછો છો?--તમે મને પુછીને ઘરની બહાર નીકળ્યા હતા? 🤣🤣😅(૪) ઘણાં તો હિંમત બતાવવા નીકળી પડે કે એવું કંઈ હોય જ નહીં. પછી જ્યારે એ પડછાયો ખભે હાથ મુકીને પોતાની વાર્તા સંભળાવવાની શરુઆત કરે ત્યાં તો ગેં ગેં ફે ફે માંડે થવા....🤪--- તો ભલા માણસ કોણે તને દોઢો કર્યો તો કે અંધારામાં હિંમત બતાવવા જા. આમ પણ રાત્રે તારું પરાક્રમ જોવા કોઈ નવરું નથી. 🤣🤣 છાનોમાનો ઘરે આવીને સુઈ જા.(૫) અંધારામાં પડછાયો દેખાય નહીં, છતાં દેખાય જાય તો --હનુમાન ચાલીસાના પાઠ કરતાં કરતાં ઘરે આવી જવું. 😁👍🏻(૬) બાકી તો છેલ્લે.........🤩🤩સુમસામ ગલીમેં એક શહેનશાહ નીકલતા હૈં, ઉનકો અપના દુઃખડા સુના શકતે હો.😀😀😁🤣....
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)