યુધ્ધનાં નગારાં

29 જુલાઈ 2022By Vandana Patel
યુધ્ધનાં નગારાં એક બેન અમારા પડોશમાં રહે. એ બહારગામથી ઘરે આવ્યા. એ બહેનનું નામ મેઘા રાખીએ. નામ રાખવામાં આપણું શું જાય હૈં 😂            આ મેઘાબેન પોતાના પતિને કંઈ કેટલાય સુચનો આપીને બે દિવસ બહારગામ ગયેલાં. મેઘાબેને વિચાર્યું કે હાશ, કંઈ ચિંતા નથી. બધું બરાબર થઈ જશે. પતિદેવ પત્નીએ કહ્યું હતું એ મુજબ કામ કરવા તો ગયા, પણ ગોટાળો થઈ ગયો.            મેઘાબેને ૯૦૦ગ્રામની બ્રેડ મંગાવી હતી. સોમવારે સવારે આવતાવેંત બાબાને શાળાએ મોકલવાનો હતો. હવે ૯૦૦ ગ્રામની બ્રેડની બદલે ૫૦૦ ગ્રામ આવી. બાબાભાઈને શાળાએ મોકલ્યા પછી .... બંનેએ યુધ્ધનાં નગારાં વગાડયા....😠😖😩😤😱😢😭પત્ની: તું કોઈ કામ સરખું ન કર😕પતિ: લે, બ્રેડ લાવ્યો તો ખરી.પત્ની : મેં જે કહી હતી, એ ૯૦૦ ગ્રામ હોય છે, ને આ ૫૦૦ ગ્રામ છે. 😞 હવે આપણે નાસ્તો નહીં કરવાનો?🤔😨😩 પતિ: તે કહ્યું, એ દુકાન બંધ હતી.પત્ની: તો મને ફોન ન કરાય? 😡પતિ: બીજી દુકાનેથી લઈ લીધું, એમાં શું ફોન કરું?🙄પત્ની: આ બીજી દુકાનેથી બે બ્રેડનાં પેકેટ લેવા પડે. આપણે ચાર સભ્ય છીએ. હવે બધાનું જુદું જુદું કરવાનું😭😭પત્નીનો ગુસ્સો શાંત કરવા પતિએ કહ્યું કે કઠોળ પલાળ્યું છે, એ નાસ્તામાં બનાવી નાખ, ને પહેલાં ‘ચા‘ બનાવી નાખ. આપણે બંને પીએ.ત્યાં તો... રસોડામાંથી ધાણી ફટ ફટ ફુટવા માંડી...,,😂😂🤣🤣😡😡પત્ની : આપણી બેબી દ્વારા મેં તને કીધું'તું કે પાંચ મુઠ્ઠી પલાળજે.પતિ: હા, પલાળ્યું તો ખરી ને? મને એટલું આપી દે.પત્ની : મેં તને પલાળવાનું કીધું જ નો‘તું. તે સામે ચાલીને બેબીને પુછ્યુ કે 'મમ્મીને પુછી જો.' મારા હાથ ખરાબ હતા, એટલે મેં બેબીને કહ્યુ કે 'તું જ પાંચ મુઠ્ઠીનું કહી દે.' આવા અડધા કામ કરવા કરતાં ન કરતાં હોય તો...,દોઢડાહ્યા ..... આટલું કઠોળ કોને થાય? 😬🤧😏😡હવે પતિનો મગજ પણ છટક્યો. પતિ: જેવું આવડ્યું એવું કર્યું. બ્રેડમાં ચોખવટ સરખી કરવી પડે. વાત કરતાં આવડતી નથી ને મારો વાંક કાઢે છે. 😙અને કઠોળ ઓછું પડે એમ હોય તો બીજું શાક બનાવી લે. જેવું આવડ્યું એવું કર્યું, મને એવા મુઠ્ઠી ના માપ ન આવડે😡પત્ની : એમાં ન આવડે એવું શું છે?🤔પતિ: તને શાક  બનાવવાની આળસ થતી હોય તો આજે મારું ટિફિન કે નાસ્તો કંઈ ન કરતી.😡😡😡😡😙😏છણકો કરીને અંદર જતા રહ્યા. બિચારી પત્નીનો મનમાં ગણગણાટ ચાલુ છે કે મને આળસું કહ્યુ?😇😏🙄😪😭😭😭********બિચારી પત્નીને ન બ્રેડ મળી કે ન કઠોળ. પતિદેવ બાકીની ૩ બ્રેડ નાસ્તામાં ને કઠોળ ટિફિનમાં લઈને જતા રહ્યા.પતિદેવે નાસ્તો પણ કર્યો ને ટિફિન પણ લઈ ગયા. હવે મેઘાબેનને મા-દીકરીનો નાસ્તો અને જમવાનું બંને નવેસરથી..*******હવે ઑફિસથી પતિદેવના સોરી માટે ફોન ચાલું છે, મેઘાબેન ફોન ઉપાડે તો ખબર પડે શાંતિ કે ફોનયુધ્ધ....🤣🤣🤣🤩😄ફોનયુધ્ધ થાય તો બેબીને નાસ્તો સમયસર મળશે?🤔*******                    કેટલા સવાલો ઊભા છે નહીં😝, મૂકોને લપ, તમને બધાને બહુ પંચાત. મને તો આવી વાતોમાં બહુ રસ નહીં. 😏 આ તો મારે મારા પડોશીની ખબર રાખવી પડે ને હૈં.🤣 તમને બધાને કહેવુંય પડે, જુઓને આ તમે બધા રાહ જોતા જ બેઠા હો કે આજે કોણ અડફેટે ચડશે..🤣🤣😭'પહેલો સગો પાડોશી' અમથી કહેવત નથી પડી હો....😀😀😀😄🤣🤣😝 એમનું ધ્યાન તો રાખવું પડે ને....👍🏻🤣🤣 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!