કલરવ

11 જુલાઈ 2022By Vandana Patel
કલરવ 'કલરવ' શબ્દ સાંભળીએ એટલે તરત જ મોરનાં ટહુકા, મીઠું પોપટ ને કાળી કોયલ આંબાડાળે યાદ આવી જાય.પણ એવું નથી હો. જો કહું. કલરવના પ્રકાર ધ્યાનથી વાંચજો.અમારે એક સંબંધી ભાઈ. નવી નવી સગાઈ થઈ, એટલે મળવા માટે થનગને, પેલીનો મીઠો અવાજ સાંભળવા તરસે. એ ભાઈએ અમારા ઘરેથી જ ફોન કર્યો. પેલીના ઘરે એના ભાઈના છોકરાઓએ ઘર માથે લીધું હોવાથી પડ્યો બોલ ન સંભળાય.અમારા ઈ ખીજાઈ ગયા. પછી ફોન કરજે, મુક ફોન🙄😏😇પેલા ભાઈ કહે કે મોટાભાઈ, એ તો છોકરાઓનો 'કલરવ'કહેવાય.😄🤣🤣હા, જોયો તારો કેકારવ કહીને એ અંદર જતા રહ્યા.હવે પેલા ભાઈ મને પુછે છે કે "એ કેમ અંદર જતા રહ્યા."🤔મેં મનમાં જ કહી દીધું, પાંચ વરસ જવા દે, પછી સમજાવું. 😀😂😆😭હજી કલરવની વ્યાખ્યા થઈ નહીં ને પેલી રમીલાની પડોશણ ભામિની કામિની સાથે આવી ગઈ.મેં તો પેલા ભાઈને રીતસર ઘરમાંથી કાઢ્યા કે "તમે બગીચામાં જઈને વાત કરો."મેં જલ્દીથી પેલી કામિનીનું ઈન્ટરવ્યુ લઈને RJ સ્વરૂપને આપવું, એવું મનોમન નક્કી કરી લીધું. 🤪😁કામિનીના હાથમાં 'કલરવ' પુસ્તક જોયું, મને થયુ કે હાશ, કામિનીને બાળકો છે.ત્યાં તો મારા બાબાને ગીફ્ટ આપીને કહે કે "લે, માસી, તરફથી ભેટ."માસી શબ્દ સાંભળીને 'એ' ફટાફટ બહાર આવી ગયા. હું તો જોઈ રહી. મેં કલરવની બદલે ઘોઘાંટનું નક્કી જ કરી નાખ્યું. મેં કહ્યુ કે "કામિનીબહેન તમે ફોઈ બનીને પણ ભેટ આપી જ શકો."બંને આવી એવી જ જતી રહી. 🤩😜🤣🤣😂નહીં તો રમીલાનું વેલણ અને પ્રવિણાબેનના ઘરેથી વંદો લાવીને ઘરમાં બધું તૈયાર જ રાખ્યું હતું. આખી સોસાયટીની સ્ત્રીઓ અધ્ધરતાલે જીવે છે, હવે બંને જાય તો સારું. આમાં કલરવ ક્યાંથી ગુંજે!..😂😂કલરવ ગુંજે તો નહીં પણ મનમાં સુઝે પણ નહીં.😭😭પછી અમે ચર્ચા કરીને મારો એકમાત્ર નિર્ણય એમનાં પર થોપી દીધો.પેલા ભાઈ ફોન પતાવી પાછા આવ્યા. અમને પુછ્યું શું નક્કી કર્યુ? મેં કહ્યુ કે "અમે બાબાનું  એડમીશન 'કલરવ પ્લે ગ્રુપ'માં કરાવવાનું નક્કી કર્યું."એ હજી બબડે છે અમે નહીં માત્ર તેં.....😝😝😄🤣😜થોડીવારમાં જ એક બહેન આવ્યા કે 'કલરવ' નામનું મકાન ક્યાં છે?મેં કહ્યું " પાંચમા નંબરનું."😏પેલા ભાઈ 'કલરવ સાહિત્ય ગ્રુપ'માં કવિતા લખવામાં તલ્લીન થઈ ગયા. મને ફાળ પડી કે હવે આ ભાઈ જમીને જ જશે.🤣😜😭 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!