ભેટ - ડાયરી-2022
૧૦-૨--૨૦૨૨ મારી વ્હાલી સખી ડાયરી, જો ને સખી, આજે વિષય કેવો આવ્યો છે.....પહેલા પ્રેમની પહેલી ગીફ્ટ. મને તો ભેટ શબ્દ હોય તો વધારે ગમે. છોડ, એ વાત. પહેલો પ્રેમ ખાલી યુવક યુવતીનો જ હોયએવું થોડું હોય? જો હું કહું તને..... પહેલો પ્રેમ આપણને આપણાં માતા પિતા કરે છે. જન્મતાંની સાથે જ વહાલભર્યું ચુંબન કરે છે. એ વ્હાલથી આપણે જીવી જઈએ છીએ. આપણું શરીર ભરાવદાર બને છે. નહીં તો કોઈ તેડીને રમાડતા પણ ડરે. પહેલી વખત બાલમંદિર મુકવા આવે ત્યારે મમ્મીનામનમાં ચિંતા હોય પણ શાંતિથી ક્લાસમાં બેસજે, એવુ કહી વ્હાલ સાથે ચોકલેટ આપે એ મમ્મી તરફથી ભેટ કે જે આપણને યાદ રહી જાય. પહેલાં ચાર વરસે બાલમંદિર જતા એટલે યાદ રહે.અત્યારની જેમ પોણા બે વરસે ન બેસાડી દેતા હે ને!!! દસમા અને બારમાની પરીક્ષા વખતે પેન ભેટ કરે એ પપ્પા તરફથી યાદગાર ભેટ. મને હજી યાદ છે, મારા પપ્પા મારા માટે નવરાત્રીમાં એવી લિપસ્ટિક લાવ્યા હતા કે એક લિપસ્ટિકમાં જ બે રંગ હતા. એક મરુન અને બીજો ગુલાબી. પરીક્ષા વખતે મને પેન પણ આપી હતી. મમ્મી- પપ્પા અગણિત વસ્તુઓ લઈ આપતા હોય એ બધી ભેટ જ કહેવાય. એકવાર મારા પપ્પાએ મને માટીમાંથી ઊંટ બનાવી દીધો હતો. શાળામાં શિક્ષકે પુછ્યુ તો મેં સાચુ જ કહી દીધું. મને માટીકામના પેપરમાં પ્રમાણિકતાના ગુણ મળ્યા. હું ખુબ ખુશ થઈ. ભલે ને મને ઊંટ બનાવતા ન આવડ્યો. મોટી બેન કે મોટો ભાઈ માટે હળવી ટપલી મારે અને મજાકમાં કહે કે મને પગે લાગ, તો જ પાસ થઈશ. 🤣 એ મોટાભાઈ અને મોટાબેન તરફથી ભેટ. મમ્મી જો સાંભળી જાય તો મોટા બાળકને મળે ઠપકો. એ બાળકોની સૌથી વ્હાલી ભેટ. નાના ભાઈ- બહેનને મોટા ભાઈ-બહેન હિંચકો નાખે ને મમ્મી શાકભાજી લઈ આવે ત્યારે એ એમના માટે ભેટથી ઓછુ હોતું નથી. મમ્મીનું ગૌરવ મોટા બાળક પ્રત્યે આપોઆપ વધી જાય. પહેલો પ્રેમ ક્યારેક મળે, ક્યારેક ન મળે એના માટે જીવન મરણના વચન આપવાની જરુર નથી, કારણકે એ એક આકર્ષણથી વધારે કંઈ નથી. એ સમયગાળામાં મળેલી પહેલી ભેટ વ્હાલી જ લાગે. લગ્ન પછી પતિ પત્ની એકબીજાને ભેટ આપે છે. સગાઈ, જન્મદિવસની ભેટ આપે છે. એ મોટાભાગે ડ્રેસ, હીરાનો સેટ, સ્પ્રે કે વીંટી હોય શકે. ચોકલેટ કે ફૂલોનો ગુલદસ્તો હોય શકે. આ બધી યાદગીરી અવશ્ય રાખવી જોઈએ. એ ખાસ દિવસોને યાદગાર બનાવવા જોઈએ હે ને? તું શું કહે છે, મારી સખી. હા એ સારું યાદ કરાવ્યું કે મુખપૃષ્ઠ પર જે ટેડી છે એવી ભેટ પણ એકબીજાને આપે છે. એકબીજાના હ્રદયમાં એકબીજા પ્રત્યે સન્માન, પ્રેમ અને વિશ્વાસની ભાવના હશે તો જ પહેલી ભેટ સાર્થક ગણાશે. આ બધુ તને સખી એટલે કહુ છુ કે ક્યારેક બાળકોના હાથમાં તું આવી જા, તો માસી તરીકે તારી ફરજ બને કે તું કંઈક સારું શીખવે. આમ પણ કહેવત છે ને કે પારકી મા કાન વીંધે. પણ અહીં આ કહેવત લાગુ ન પડે હો... હા મને ખબર છે ...કહું છુ, સાંભળ. મા મરે જો (સંજોગોવશાત) પણ માસી જીવજો. લે બોલ શું હે....તારી માથે જવાબદારી છે, નિભાવજે. હું ન હોય ત્યારે તારે જ મારા બાળકોનું માર્ગદર્શન કરવાનું છે. કંઈ આનાકાની ન કર. ચુપચાપ સુઈ જા. મને પણસુવા દે.શુભ રાત્રી સખી. આવું છું પછી....હો.....
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)