નારી તું નારાયણી-૨ (સતી અનસુયા)
તા. ૮-૩-૨૦૨૨.મારી વ્હાલી સખી ડાયરી, હું આજે ઘણાં દિવસે તારી પાસે આવી. તું નારાજ ન થતી હો. સુખ દુઃખ, ઉદાસી ખુશી બધુ તારી સાથે વહેંચુ છું. તું મૂક મને સાંભળે છે. મારી બધી વાતો તારા હ્રદયમાં સંઘરે છે. એ મારા માટે ખુબ ગૌરવની વાત છે. સખી, હું ધારાવાહિકમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે તારી પાસે આવતા થોડુ મોડુ થઈ ગયુ. જો તને કહું, મેં 'નારી તું નારાયણી' વિષય વાંચ્યો, તો મને સીધું કોણ યાદ આવ્યુ, ખબર છે? માતા સતી અનસૂયા. સતી અનસૂયા- ૠષિ અત્રિના પત્ની. તેઓ ખુબ પવિત્ર, પતિવ્રતા સ્ત્રી હતા. તેઓના સત્ સામે સૂર્યનો પ્રકાશ, વાયુની ગતિ, વરસાદ વગેરે નિયંત્રણમાં રહી ગતિ કરતા હતા. એ સમયમાં કહેવાતું કે એમનો આશ્રમ જેટલી જગ્યામાં પથરાયેલો હતો, એટલા ક્ષેત્રમાં પંચમહાભૂતો સતી અનસૂયાને અનુકુળ થઈને વ્યવહાર કરતા હતા. એકવાર દેવર્ષિ નારદ સ્વર્ગમાં ફરતાં ફરતાં વિષ્ણુલોકમાં લક્ષ્મી માતા પાસે આવી પહોંચ્યા. ત્યાં પાર્વતી માતા અને બ્રહ્માણી માતા પણ હાજર હતા. ત્યાં ત્રિદેવીઓ ચર્ચા કરતા હતા કે સૌથી શક્તિશાળી ત્રિદેવો છે, તેમજ આપણી પાસે પણ શક્તિઓ છે. તો શ્રેષ્ઠ તો આપણે જ કહેવાઈએ. દેવર્ષિ નારદ કહે છે કે શક્તિ કરતાં ભક્તિ શ્રેષ્ઠ, અને ભક્તિ કરતા શ્રધ્ધા શ્રેષ્ઠ. તમે ક્યાં ભક્તિ કરો છો? લક્ષ્મીજી કહે છે કે અમે અમારા પતિની ભક્તિ કરીએ છીએ. અમે પણ પતિવ્રતા છીએ. દેવર્ષિ નારદે કહ્યુકે તો તમે ત્રિદેવને વાત કરો, કારણકે તેઓ પણ સતી અનસૂયાના તપને અને સતીત્વને શ્રેષ્ઠ માને છે. સતી અનસૂયા પવિત્ર મન, બુદ્ધિ, પતિવ્રતાનું ચરિત્ર અને સુંદરતામાં શ્રેષ્ઠતાના ગુણો ધરાવે છે. આ સાંભળીને ત્રણેય દેવીઓના મનમાં ઈર્ષ્યાભાવ જાગ્યો. દેવર્ષિ નારદની વાતમાં આવી જઈ ત્રણેય દેવીઓ બ્રહ્મા વિષ્ણુ મહેશને સતી અનસૂયાની પરીક્ષા કરવાનું કહયું. ત્રણેય દેવોએ ના પાડી દીધી કે એમ પતિવ્રતાની પરીક્ષા ન હોય. પરંતુ ત્રણેય દેવીઓની જીદ આગળ ત્રણેય દેવો હારી ગયા. ત્રણેય દેવ પોતાનું સ્વરૂપ બદલી ઋષિના સ્વરૂપમાં સતી અનસુયાના આશ્રમમાં ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભિક્ષાં દેહિ...કહીને ભિક્ષા માંગી. સતી અનસૂયા આંગણે ભૂદેવોને જોઈને નમસ્કાર કર્યા. આગતા- સ્વાગતા કરી અને ફળાહાર માટેની તૈયારી કરી. ત્રિદેવે પોતાની વાત રજુ કરતા કહ્યુ હતુ કે તમે જો લાજ શરમ મૂકીને નિ: સંકોચ થઈને ભિક્ષા આપો તો જ રોકાઈએ. નહીં તો આ અમે ચાલ્યા. સતી અનસૂયા આંખો બંધ કરીને જાણી લીધુ હતું કે આ ત્રણ ભૂદેવો વાસ્તવમાં કોણ છે. સતી અનસૂયાએ કહ્યુ કે અમારા આંગણેથી અતિથિ ભૂખ્યા ન જાય. આપ અંદર આવો. આ આસન પર બિરાજો. ત્રણેય દેવો આસન પર બેઠા હતા. સતી અનસૂયા પોતાના તપોબળથી ત્રણેય દેવોને છ-છ માસના બાળક બનાવી દીધા. પછી નિ: સંકોચ થઈ, લાજ શરમ છોડી સ્તનપાન કરાવ્યું. આ બાજુ સ્વર્ગમાં દેવો ન આવ્યા એટલે ત્રણેય દેવીઓ સતી અનસૂયાના આશ્રમમાં આવ્યા ત્રણેય દેવીઓએ પારણામાં ત્રણ બાળકને જોયા માતા અનસૂયાને કહ્યુ કે અમને અમારા પતિ પાછા આપો. સતી અનસૂયાએ જવાબ આપ્યો કે આ રહ્યા ત્રણેય દેવો પોત પોતાના પતિને ઓળખી લો. ભૂલથી બીજાના પતિને ઓળખે તો અનર્થ થઈ જાય, તેથી ત્રણે દેવીઓએ સતી અનસૂયાને પ્રાર્થના કરી કે તમે આ જગમાં સૌથી શ્રેષ્ઠ પતિવ્રતા સ્ત્રી છો. તમે અમારા પતિને બાળક બનાવ્યા છે, તો તમે જ ત્રિદેવને મૂળ સ્વરૂપમાં પાછા લાવો. સતી અનસૂયા પાણીની અંજલિ ભરીને છાંટે છે કે તરત જ ત્રિદેવ મૂળ સ્વરૂપમાં પાછા આવી ગયા. ત્રણેય દેવે પોતાના માતા અનસૂયાને પ્રણામ કર્યા.ત્રણેય દેવોના અંશ, તેજ અને રુપથી જ બનેલું એક સ્વરૂપ- એવું એક બાળક આપે છે. ત્રિદેવોએ અને ત્રિદેવીઓએ ખુબ ખુબ આશીર્વાદ આપ્યા. ત્રણ દેવોનું એક એવું સ્વરૂપ એટલે દત્તાત્રેય. ગુરુ દત્તાત્રેયને ભજવાથી શોક, દુઃખ, પીડાનો નાશ થાય છે. કહેવાય છે કે એમણે ચોવીસ ગુરુ કર્યા હતા. જેમની પાસેથી જાણવા મળે એ ગુરુ- એવું દત્તાત્રેય ભગવાનનું માનવું હતું. માતા અનસૂયા ખરેખર નારાયણી હતા. નારીનું એવુ સ્વરૂપ કે જેને દેવો પણ પ્રણામ કરતા હતા. પહેલાના યુગમાં સતીત્વ એ નારીનું એક હથિયાર હતું. એટલે જ કહેવાય કે નારી તું નારાયણી. નારી તેજસ્વિતા સાથે સાચવે સન્માનઅસ્મિતા જ ઓળખ, ન આવે અભિમાન નારી તું નારાયણી, તું ગુણોની ખાણદ્રઢ સંકલ્પ સાથે શોભે જાજરમાન. હજી સુધી વિજ્ઞાને એવી શોધ નથી કરી કે મોટામાંથી નાના બાળકો અને નાના બાળકોમાંથી પાછા મોટા થઈ જાય. એ પણ માત્ર પળવારમાં. આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે, શંકાનો નહીં. તારી સાથે વાત કરવાથી મને મજા આવી. ચાલ સખી, આવી જ કોઈક વાત લઈને પાછી આવું છું હો.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)