કેન્સર છે, કેન્સલ નહીં-૨ (ડાયરી-2022)
તા. ૧૩- ૨ -૨૦૨૨. મારી વ્હાલી સખી ડાયરી, કેમ છો તો આનંદમા ને? પુછવાથી શો ફાયદો? હું જ ગમગીન છું, તો તને હસાવી ન શકુ ને ! જો, આ કોરોનાનીલહેર એક પછી એક આવતી રહી, લોકોને ડરાવતી ગઈ, હોસ્પિટલ ભરાતી ગઈ, ને છેલ્લે જેના ઘરમાંથી વ્યક્તિ ગઈ, એની તો દુનિયા જ વેરવિખેર થઈ ગઈ. હા સખી, મારા માસા......એકદમ સ્વસ્થ, બાસઠ વર્ષની ઉંમર. ચાર વર્ષના પૌત્રને રમાડતા રમાડતા એક દિવસમાં આઠેક કિ.મી. ચાલી નાખે. હસમુખો ચહેરો અને આનંદી સ્વભાવ. એકેય કામમાં કોઈ આળસ નહીં. રોજ રાત્રે ઘરનાં બધા સભ્યોને અગાશીમાં બેસવા જવાનો નિત્યક્રમ. બીજે માળે અગાશી. એક દિવસ અગાશીએ જવા માટે સીડી ચઢતા અચાનક ઉધરસ ચડી. આની પહેલા ક્યારેય ઉધરસ આવી ન હતી. બે દિવસ અગાશીએ ગયા પછી ત્રીજે દિવસે માસાએ અગાશીએ જવાની ના પાડી. મોટો દિકરો નજીકમાં જ હોસ્પિટલ લઈ ગયો. ન્યુમોનિયાનું નિદાન આવતાં જ દાખલ કર્યા. બીમારી નાની હોય કે મોટી, કોરોના હોય કે કેન્સર, માણસનું જવું જ અસહનીય હોય છે. એમાંય જેની કલ્પના ન કરી હોય એ ચાલી જાય ત્યારે વધારે પીડા થાય છે. મારા માસી છ ભાઈ બહેન. સૌથી નાના મારા માસી, અને એ જ માસા સૌથી પહેલા જતા રહ્યા.સખી, હું તને પહેલેથી તારીખ સાથે જણાવું. જો ક્યારે આ બની ગયું એ વાંચ. તા. ૧૫ -૯- ૨૦૨૦ ...............અચાનક મારા માસીના દીકરાનો ફોન આવ્યો કે મારા પપ્પાને ન્યુમોનિયા થઈ ગયો છે. સાવ સામાન્ય ગણાતી બીમારીમાં પહેલાં તો નજીકના હોસ્પિટલમાં બે દિવસ દાખલ કર્યા. કંઈ ફેર ન પડ્યો. તરત જ સુરત હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં માસાને ઓક્સિજન પર રાખ્યા હતા. બે ઈન્જેક્શન ચાલીસ ચાલીસ હજારના આપ્યા. ફેફસા ખલાસ થતા જતા હતા. બંને ભાઈ મુંજાતા હતા. હા, મારા માસીને બે દિકરા. આવક એટલી બધી પણ નહીં ને કરજ પણ નહીં. કમાણી કરીને કરેલ બચત વપરાતી જતી હતી. બંને ભાઈ ખુબ પ્રયત્ન કરતા હતા કે પપ્પા જલ્દી ઘરે આવી જાય.૧૭- ૯ -૨૦૨૦ એકાએક મારા માસીના સાસુ બીમાર થઈ ગયા. મારા માસાની તબિયતના સમાચારથી વ્યથિત થઈ ઉઠ્યા હતા. ગમે તેમ તોય એક મા નો જીવ ને,! બા નું અચાનક જ બીપી લો થઈ ગયું હતું. ત્રણ દિવસ એમને હોસ્પિટલમાં રાખવા પડ્યા. બન્ને ભાઈઓની દોડાદોડી વધી ગઈ.૨૦ -૯ -૨૦૨૦ બા સાજા થઈને ઘરે આવી ગયા. ઘરમાં બધાને માસાનીવધારે ચિંતા હતી. આઈ.સી.યુ માં બહારથી જોઈને આવતા રહે.ડોક્ટરની સારવાર ચાલું હતી. ડૉકટર ખુબ દયાળું એટલે ઘરે ફોન પર બીજા સભ્યોને વાત કરાવી દે.૨૪-૯-૨૦૨૦ મેં મારા માસી જોડે વાત કરી. એકબાજુ મારા સાસુની તબિયત પણ સારી ન રહેતી હોવાથી હું વારંવાર વાત કરી શકતી ન હતી. એ દિવસે જાણવા મળ્યું કે હવે માસાને સારું છે. માસાએ વાત કરવા માટે મોબાઈલ માગ્યો હતો. મને ખુબ ખુશી થઈ કે માસા હવે ઘરે આવી જશે. કોરોનાનો સમય ચાલતો હોવાથી અમે કોઈમળવા પણ ન ગયા.૨૮-૯-૨૦૨૦ આ દિવસે મારા માસા વૈકુંઠવાસી થયા. બપોરે અઢી વાગ્યે હ્રદયનો હુમલો આવી ગયો. બીજે દિવસે ઘરે લઈ આવવાના હતા. ફેફસા આટલા ક્યારે ખલાસ થઈ ગયા એ ખબર જ ન પડી. શરદી ઉધરસ કંઈ જ લક્ષણ નહીં. મારા માસીને નિવૃત્તિનું સુખ મળે એ પહેલાં જ છિન્નભિન્ન થઈ ગયું. ***************આજના દિવસે ....... સાસુ વહુ માસાને ખુબ ખુબ યાદ કરે છે. મારા માસીના સાસુને તો આંખોમાં પાણી જ સુકાતા નથી. પોતે બેઠા છે ને દિકરો ચાલ્યો ગયો. હે ભગવાન ! તારે જરુર હતી તો મને લઈ જવી'તી. ઘરમાં માસીના બંને દિકરા-વહુ, પૌત્ર.......બધાને સપના જેવું જ લાગે છે. માસીને જાણે કે સ્નેહના સંબંધનું સુખ આટલું જ હતું. ન થા તું જરા પણ ઉદાસ,આવું બને છે આસપાસ,હજી એક વાત કહીશ તનેઆવતીકાલે એ હશે ખાસ.ચાલ સખી, હવે નહીં લખી શકું. તને મળવા જલ્દી પાછી આવું હો.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)