મજાનું બાળપણ

13 સપ્ટેમ્બર 2025By Vandana Patel
મજાનું બાળપણ આજે ચર્ચામાં પણ બાળવાર્તાનું જ આવ્યું છે.હું તો હજી ત્યાં જ છું. ન સમજાયું?  બાળવાર્તા નું નામ પડતા જ બાળપણમાં ખોવાઈ,એક હાથમાં ચાંદામામા, ફૂલવાડી, ને રંગલાની રેવડી.બીજા હાથમાં નિરંજન, ચંપક, ને ગિજુભાઈની બાળવાર્તા,જય ભીમસેન, જય હનુમાન ખુબ સરસ ખજાનો.પંચતંત્રની વાર્તાઓ, ઈટ્ટા - કિટ્ટા અને વિક્રમ વૈતાલ  બાળપણમાં હતું કુતુહલ અને  ખુબ ખુબ ધમાલ( મારી પાસે ઈટાકિટા અને કુતુહલ નામની બુકો હતી.)               ત્યારે ટી.વી. એટલા હદે ઘરઘરમાં ઘુસ્યા ન હતા. તેથી શાળાના ગૃહકાર્યની સાથે વાંચન થઈ જતું.  રમતો પણ એટલી જ.. .ટમેટું રે ટમેટું, ધમાલિયો ધોકો ધબ ધબ થાય,. આજુ બાજુ જુએ એની માટલી ચિરાય.  રંગ રે રંગ, કયો રંગ,નદી પર્વત -આ બધી રમતથી  શારીરિક અને માનસિક વિકાસ થાય.  ચેસ,કેરમ, બાવન પતા, લુડો, ઈસ્ટો, નવ કાંકરી, સાપ-સીડી વગેરે ખુબ ખુબ  રમતા.        યોગાનુયોગ આજે અમારી પ્રાથમિક શાળાનો સ્થાપનાદિવસ એટલે કે જન્મદિવસ છે. આજે અમારી એ પ્રાથમિક શાળામાં જુના વિદ્યાર્થીઓ, શિક્ષકોનું સ્નેહમિલન હતું. બધાએ ખુબ ખુબ આનંદ કર્યો હશે. કોઈ- કોઈ તો બાર વરસની વયમાં છુટા પડીને સીધા આજે એટલે કે તેત્રીસવરસ પછી મળ્યા ! કેવું હશે બધાનું મિલન......  હું નથી ગઈ પણ મનથી તો ત્યાં જ હતી.       ભીડે સરની જેમ ઘણીવાર કહું અમારા જમાનામાં તો...અમારા  ખાટિયા ઢોકળા એ પીઝાદાબેલી એ બર્ગર ઈડલી એ બનભેળ એ પાસ્તા, ચાઈનીઝ ભેળ, ભજિયા અને મુઠ્ઠિયા ઢોકળા એ મન્ચુરિયન રગડા પેટિસ અને રસિયા ઢોકળાં એ ગ્રેવી મન્ચુરિયન.હતા.  આઈસ્ક્રીમ, માટલા ગુલ્ફી, કેન્ડી, ગોલામાં અમે ઝૂમતાં. હરતા ફરતા ડોલતા, ઈટ્ટા કિટ્ટા બીચામાં જ મોજ કરતાજીંજરા શેરડી ને ઓરા ,ચણીબોર, તાળિયા,  ખલેલાંઅમારી તો એ જ દૂનિયા ને અમે એમાં જ મસ્ત રહેતા. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!