બા

21 સપ્ટેમ્બર 2022By Vandana Patel
બા બા અને વાર્તા- આ શબ્દ વાંચતા જ મને મારા બા (દાદીમા) યાદ આવી ગયા. મારા બા મને છમવડું વાર્તા સંભળાવતા. મારા સાસુ પણ મારી બેબીને છમવડું વાર્તા જ સંભળાવે છે.             આ છમવડું વાર્તા ખૂબ ખૂબ જાણીતી છે, એટલે વાર્તા નહીં કહું, પણ હા, બા ની થોડી વાત કરું તો.....                    બા નો પ્રેમ અદભૂત હોય છે. દરેક દાદીને મૂડી કરતાં વ્યાજ વ્હાલું હોય છે. કદાચ , એટલે જ દાદા-દાદી પૌત્ર- પૌત્રીની દરેક જીદ પૂરી કરતાં હોય છે. બાની ગુસ્સો કરવાની ઢબ પણ અલગ હતી, અને હસતા, ત્યારે હું પણ ખડખડાટ હસી પડતી.            એકવાર મેં મારી સહેલી પાસેથી સાંભળ્યું કે અમારા દાદી થાળીમાં ગોળ પણ ન લેવા દે, મારી આંખો તો પહોળી જ થઈ ગઈ કે ગોળ ખાવાની ના પાડે! ના હો, મારા દાદીમા કંઈ ખાવાની ના ન પાડતાં. હું બનાવતી એ બધું ખાઈ લેતા.હું ખાલી મમરા વઘારું કે દહીંવડા ઈડલી બનાવું, બધું શોખથી મજાથી ખાય, વખાણ પણ કરે.           મારા દાદી 2018માં ગુજરી ગયા. હું ત્યારે વિદેશ હતી, એટલે આવી ન શકી. મને સપનામાં દાદી નાની બહુ જ (બંને )આવે..મારા નાની પણ એટલા જ સારા કે કોઈને કદી ગુસ્સે જ થયા નથી. મારા નાનીમા એટલાં શાંત અને સ્થિતપ્રજ્ઞ કે વાત ન પુછો!  ખુબ ખુબ સરસ જીવન જીવી બંને સ્વર્ગે સિધાવ્યા. બંનેએ ખેતીકામ અને ઘરકામ અઢળક કરેલું હતું.                     મેં મારા સપનાની વાત 'જાગતું સ્વપ્ન' વાર્તાકાર સ્પર્ધામાં કરી, એ પછી એમનાં સપના આવતા બંધ થઈ ગયા છે.નાનપણમાં બંને બા વાર્તા કરે, હસાવે, રડાવે....મજા કરાવે.....એ બધું યાદ આવતાં આંખ ભીની થઈ  જ જાય. બા અને વાર્તા એકબીજા સાથે વણાયેલા શબ્દો જ નહિ, પરંતુ એમનું જીવન પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયું.                બા પોતે જીવન એવું જીવ્યા કે એક સરસ સફળ અને યાદગાર વાર્તાનો ખજાનો બની રહ્યા છે. હવે હું મારા બાળકોને કહું છુ કે મારા બાની વાર્તા સાંભળો....... 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!