નાટક- અનુકંપા (પ્લાસ્ટિકમુક્ત ભારત)

12 ઓકટોબર 2022By Vandana Patel
નાટક- અનુકંપા (પ્લાસ્ટિકમુક્ત ભારત) આજે હોસ્પિટલમાં કનુ અને કનુની ઘરવાળી હૈયાફાટ રુદન કરી રહ્યા છે. આ દંપતી કચરામાંથી કોથળીઓ વીણવાનુંકામ કરે છે. એમનો દીકરો રાજુ ચારેક વર્ષનો હશે, જેનું આજે કુમળી વયે મૃત્યુ થયું છે. દાકતર પણ હચમચી ગયા કે આવું મોત.... આટલી ગરીબી અને ભૂખની પરાકાષ્ઠા કે એક નિર્દોષ ફૂલ આમ અકાળે કરમાઈ ગયું!       દાકતર સાહેબે રવિવારે શેરી-નાટક કરવાનું નક્કી કર્યું., જેમાં પોતાનો બાર વર્ષનો દીકરો કરન મિત્રો સાથે આવ્યો હતો. દાકતર સાહેબ અનુકંપાથી પ્રેરાઈને આપણાં ભારતદેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા થનગની રહ્યા છે.(કરનના મિત્રો- શ્યામ, વરુણ, કિરીટ, રીમા, નૈતિક, ચિત્રા)દ્રશ્ય નં-૧.દાકતર સાહેબ: કરન, તમે ટિફીનમાં નાસ્તો વધે તો શું કરો છો?કરન : કામવાળીને ખબર.....દાકતર સાહેબ : જુઓ, બધા જ બાળકો સમજો. જોઈએ એટલું જ ટિફિનમાં લઈ જાઓ, તપેલાંમાં જે વધે એ તાજો ખોરાક જ કામવાળીને ગરીબને આપી દો. કરન: હા, એ તો મમ્મીએ જોવાનું છે ને?શ્યામ : તારા મમ્મી પણ મારા મમ્મીની જેમ નોકરી કરે છે, આપણે જ જવાબદાર બનવું પડશે.વરુણ : હા, રસોઈ વધે એ કચરાપેટીમાં ન ફેંકતા જુદું ઢાંકીને રાખીશું. હોટેલમાં જમવાનું વધે તો પેક કરાવીશું, પાછા ઘરે આવતાં, રસ્તામાં કોઈ ભૂખ્યું બાળક કે વ્યક્તિ દેખાય, તો આપી શકીએ ખરું ને?દાકતર સાહેબ : હા વરુણ, તારી વાત સો ટકા સાચી છે. મારી હોસ્પિટલમાં એક કચરો વીણતાં દંપતીના બાળકનું મોત થયું. બાળકો, તમને બધાને ખબર છે, મોતનું કારણ શું હતું? કિરીટ : ફૂડ પોઈજનીંગ...!દાકતર સાહેબ : બેટા, તેં ઈંગ્લીશ અખબાર વાંચ્યું હશે, જો હું ગુજરાતીમાં કહું. એ ચાર વર્ષનું બાળક, કચરાપેટીમાં પ્લાસ્ટિકના ડબામાં ખુલ્લું ખાવાનું જોયું, અતિશય ભૂખને કારણે એ ખાવા માંડ્યો, ને પ્લાસ્ટિકનો કટકો ઉતાવળમાં ગળી ગયો. એ પ્લાસ્ટિકનો ડબો ઉપાડવા ગયો હશે, જરાક અમથો ખુણો ભાંગીને કયારે અંદર પડી ગયો, એની ખબર એ બાળકને ન રહી. આમ, પ્લાસ્ટિક મોતનું કારણ બન્યું છે. કદાચ કોઈએ મન્ચુરીયન ફેંકી દીધું હશે.રીમા: ગાયના પેટમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે, એ તો સાંભળ્યું, પણ આ શું! હવે માણસ પણ પ્લાસ્ટિકના સાણસામાં આવી રહ્યો છે.કિરીટ: મને પહેલાં અનાજનો બગાડ ન થાય એ વાત સમજાઈહતી, પણ પ્લાસ્ટિકનો કટકો ? મોતનું કારણ?કરન: એ બાળક બહુ નાનો હતો, પણ હવે શું થાય? "જાગ્યા ત્યારથી સવાર" હજી એવા કેટલાયે નાનાં બાળકો હશે... આપણે આ શેરી નાટક દર રવિવારે અલગ-અલગ વિસ્તારોમાં જઈને કરીશું.વરુણ: હા, દેશના નાગરિક તરીકે લોકોમાં જાગૃતતા લાવવી એઆપણી નૈતિક ફરજ છે.ત્યાં તો અચાનક નૈતિકનો પ્રવેશ....નૈતિક: બોલો, મને કેમ યાદ કર્યો?વરુણ: કોઈએ તને યાદ કર્યો નથી, અમે વાત કરતાં હતાં કે લોકોમાં પ્લાસ્ટિક બાબતે જાગૃતતા લાવવા માટે શેરી નાટક કરવા જોઈએ. એ આપણી.....બધાં એકસાથે બોલી ઉઠ્યા.-- એ આપણી નૈતિક ફરજ છે......નૈતિક : આજે મોડો પડયો તો શું થયું? આવતાં રવિવારે હું વહેલો આવીશ. દાકતર સાહેબ: શાબાશ નૈતિક શાબાશ.રીમા: ઘરેથી કાપડની થેલી લાવનારને અને દુકાનદારને પ્રોત્સાહિત કરવા માટે ઈનામની ગોઠવણ કરીએ તો...શ્યામ: હા, ગ્રાહકોને (કાપડની થેલી લાવનારને) સો રુપિયાએ પાંચ રુપિયા દુકાનદાર કાપી દે.નૈતિક: દુકાનદારને ખોટ જાય ને? શ્યામ : ના, પાંચ રુપિયામાં કાયમી ગ્રાહક મળશે, અને પ્લાસ્ટિકની કોથળીઓનો ખર્ચ પણ બચશે.ચિત્રાએ ત્યાં સુધીમાં પોસ્ટર પણ દોરી લીધું કે ગાયના પેટમાં કોથળીઓ ન જવી જોઈએ, પ્લાસ્ટિકની થેલીઓ બંધ થવી જોઈએ, પ્લાસ્ટિકનાં પ્યાલા પ્લેટ ચમચીઓનો ત્યાગ કરવો જોઈએ. લંચબોક્સ પણ સ્ટીલનાં હોય તો વધારે સારું. દાકતર સાહેબ પોસ્ટર જોઈને ખુશ થયા. દાકતર સાહેબ: આપણે આ પોસ્ટરની પચાસેક નકલ કરાવી જુદાં જુદાં વિસ્તારોમાં લગાવડાવી દઈશું. "તમે બધાં બાળકો બહુ સમજદાર છો હો."(પડદો પડે છે.) 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!