જાદુગરી
બહુ સમય પહેલાંની વાત છે. એકવાર ધરમપુર નામના રાજ્યમાં એક જાદુગર આવ્યો. જાદુગર રાજસભામાં જાદુના ખેલ બતાવી રહ્યો હતો, ત્યારે જ ઝરુખામાં રાજકુમારી દેખાઈ. જાદુગર રાજકુમારીને જોતાં જ પુતળું બની ગયો. રાજાએ હુકમ કર્યો "બીજો જાદુ બતાવો." જાદુગરે જાદુઈ લાકડી ફેરવી રાજકુમારીને બાજ પક્ષીમાં પરિવર્તિત કરી, પોતાની આંગળીએ બોલાવી લીધી. જાદુગરે ક્ષણભરમાં ખેલ કર્યો હોવાથી કોઈને કશી ખબર પડી નહીં.ઝરુખેથી દાસી રાજાને જાણ કરવા આવે છે. દાસીએ ડરતાં-ડરતા કહ્યું "રાજાજી, આપણાં રાજકુમારી ઝરુખેથી અચાનક જ ગાયબ થઈ ગયા છે."રાજાએ ચિંતિત થતાં પુછ્યું "એમ કેમ અચાનક ગાયબ થઈ જાય?"દાસી કંઈ ન બોલી. તેણી ડરથી ધ્રુજતી હતી. રાજાએ હુકમ કર્યો. "રાજ્યમાં અને રાજમહેલમાં તપાસ કરવામાં આવે. રાજ્યમાંથી અને રાજમહેલથી બહાર જવાના તમામ દરવાજા બંધ કરી દો." જાદુગર રાજસભામાં જ હતો. જાદુગર રાજસભામાંથી ધીમી ગતિએ બહાર નીકળ્યો. જાદુગર ઉતારે આવી બહાર જવાની યોજના વિચારવા લાગ્યો. જાદુગરને રાજકુમારી સાથે લગ્ન કરવાની લાલચ થઈ ગઈ હતી. જાદુગર ફરીથી રાજા પાસે જઈને બહાર જવાની મંજૂરી લઈ આવ્યો. જાદુગરના મુખેથી" હું બીજા રાજ્યોમાં મારું કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે જાઉં છું." એવું સાંભળ્યું એટલે રાજાએ સંમતિ પણ આપી દીધી. જાદુગર રાજ્યમાંથી બહાર નીકળવા માટે અંતિમ દરવાજે પહોંચી ગયો હતો. દરવાજે ઊભેલા સિપાહીને શંકા જતા જાદુગરને પોતાની સાથે રાજસભામાં લઈ જવા માગતો હતો. જાદુગર આનાકાની કરવા લાગ્યો. સિપાહીએ જાદુગરને એવું કહીને સમજાવ્યો " મહેમાનને છેલ્લી ભેટ તો મહારાણી આપે છે" એવું કહીને સિપાહી જાદુગર સાથે રાજાજી અને મહારાણી સામે ઉપસ્થિત થયો. સિપાહી રાજાજી પાસે જઈને ધીમેથી કંઈક કહી આવ્યો. મહારાણીને બાજ પક્ષી પ્રત્યે અદમ્ય ખેંચાણ થયું. મહારાણીને બાજને પોતા પાસે રાખી લેવાનું મન થયું. રાજાજીએ જાદુગરને કડકાઈથી પુછ્યું "તમે અહીં આવ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા. આ બાજ પક્ષી કયાંથી આવ્યું? આ બાજના પગમાં ઝાંઝર અને ગળામાં હાર કેમ છે? તમે સત્ય કહો, નહીં તો જેલમાં જાઓ." જાદુગર ડરી ગયો કે જેલ! જાદુગરે બધી હકીકત કહી દીધી. જાદુગરનો જાદુ - ફરી એકવાર થયો. જાદુગરે બાજ પક્ષીને રાજકુમારીમાં પરિવર્તિત કર્યું. રાજકુમારીને મુળ રુપમાં જોઈ રાજા-રાણી ખુશ થઈ ગયા. જાદુગરને સત્ય કહેવા બદલ અભિનંદન સાથે ઉપહાર પણ આપ્યા. રાજાજીએ સિપાહીની નિર્ણયશક્તિ અને ચકોર દ્રષ્ટિના વખાણ કર્યા. સિપાહીને બઢતી સાથે બહુમાન આપી ઘણાં ઉપહાર આપ્યા. જાદુગરનુ રાજકુમારી સાથે લગ્નનું, ઈન્દ્રધનુષી રંગોથી રંગાયેલું સપનું તુટી ગયું. એણે ભારે હ્રદયે બીજા રાજ્યમાં જવા પ્રસ્થાન કર્યું.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)